<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જેવલિન થ્રોઅર નીરજ ચોપડા પત્‍ની સાથે વડાપ્રધાન મોદીને મળ્‍યા

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના પરિવારજનોને પણ મળ્‍યા

નવી દિલ્‍હીઃ ઓલિમ્‍પિક્‍સ ચૅમ્‍પિયન અને સ્‍ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા અને તેની પત્‍ની, ભૂતપૂર્વ ટેનિસખેલાડી હિમાની મોર લાંબા સમય બાદ ભારતમાં જોવા મળ્‍યાં છે. લગ્ન પછી નીરજની ટ્રેઇનિંગ અને સ્‍પર્ધાઓને કારણે વિદેશમાં ટ્રાવેલ કરનાર આ કપલ હાલમાં દિલ્‍હીમાં વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિનેમળ્‍યું હતું.

 ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની ફેમિલીના સભ્‍યોને મળ્‍યા બાદ આ કપલ  વડા પ્રધાનના નિવાસસ્‍થાને પહોંચ્‍યું હતું. નરેન્‍દ્ર મોદીએ આ કપલ સાથેનો ફોટો શેર કરીને લખ્‍યું કે અમે રમતગમત સહિત વિવિધ મુદ્દાઓ પર અદ્ભુત વાતચીત કરી હતી.

(3:26 PM IST)