News of Thursday, 25th December 2025
જિલ્લા કલેકટરના ઘરે ૨૦ કલાકનું સર્ચ ઓપરેશન ૧૦૦થી વધુ ફાઈલ જપ્ત
ઈડીની તપાસમાં કલેકટર ઓફિસ કૌભાંડોનું એપી સેન્ટરઃ જમીન NA કરાવવા સ્કવેર મીટરે ૧૦ રૂ.ની લેતા લાંચઃ ૧૫૦૦ કરોડના સ્કેમમાં વધુ ખુલાસા થવાની શક્યતા : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ નિવાસ સ્થાનેથી મળી આવેલ દસ્તાવેજોમાં રુપિયા ૧ કરોડની લાંચ લીધી હોવાનો પર્દાફાશઃ ચંદ્રસિંહ મોરીને પૂછપરછ માટે દિલ્હી લઈ જવાશેઃ ગુજરાત ફર્સ્ટનો અહેવાલ

નવી દિલ્હી, તા.૨૫: સુરેન્દ્રનગર અને વઢવાણના અલગ-અલગ સ્થળો પર ગાંધીનગર EDના દરોડા પડતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરમાં ચ્ઝ્રની ટીમ સુરેન્દ્રનગર ACB પોલીસે જીલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમ ગુજરાત ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
ઉલ્લેખનીય છે કે ધરપકડ કરવામાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા જમીનની ફાઈલ કલીયર કરાવવા માટે સ્કવેર મીટર દીઠ રૂ.૧૦ ના ભાવથી લાંચ લેતા હોવાની કબૂલાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ નિવાસ સ્થાને થી મળી આવેલ દસ્તાવેજોમાં રુપિયા ૧ કરોડની લાંચ લીધી હોવાનો પર્દાફાશ થયો છે.
મહત્વનું છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી દ્વારા લીધેલ લાંચમાં જીલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને પી.એ. જયરાજસિંહ ઝાલા પણ ભાગીદાર હોવાનું સ્વીકાર્યું છે. EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલા પ્રિન્ટેડ શીટ મુજબ ૨,૬૧,૩૩૨ સ્કેવર મીટર જમીનની ફાઈલ કલીયર કરવા માટે રુપિયા ૨૬,૧૭,૩૨૦ની લાંચ લીધી હોવાનો ખુલાસો થયો છે.
જમીનને લગતી ફાઈલોને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાને લઈ જઈ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાનું અને જમીન એન.એ.કરવાની સતા પણ નાયબ મામલતદાર પાસે હોવાનું બહાર આવ્યું છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ ખાતેના નિવાસ સ્થાનેથી ઈ.ડી.ની ટીમોએ અપ્રમાણસર રોકડ રકમ રૂ.૬૭.૫૦ સહિત ફાઈલો કબજે કરી ધરપકડ કરી હતી. જિલ્લા કલેકટરના નિવાસ સ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા અંદાજે ૨૦ કલાકના સર્ચ ઓપરેશન બાદ ૧૦૦ થી વધુ અલગ અલગ ફાઈલો કબજે કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચંદ્રસિંહ મોરીને પુછપરછ માટે દિલ્હી જવાય તેવી પણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળો પર EDએ તપાસ હાથ ધરી હતી. ત્યારે ૧૫૦૦ કરોડના સ્કેમમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે ACB દ્વારા ચાર સામે અ-માણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલાર્ક મયુરસિંહ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાવવામાં આવશે. જમીન ફાઈલો ઘરે લઈ જઈ કૌભાંડ કર્યાનો ખુલાસો કર્યો છે. નાયબ મામલતદારના ઘરેથી ૧ કરોડની લાંચના પુરાવા મળ્યા છે. ત્યારે જમીનની ફાઈલ કિલયર કરવા ૨૬ લાખની લાંચ લીધાનો ખુલાસો થયો છે. કલેકટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી કરવામાં આવી.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
