<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહમાન 17 વર્ષ પછી દેશમાં પરત ફર્યા

ધરપકડથી બચવા માટે 2008માં લંડન ભાગી ગયા હતા. ત્યારે હસીના સરકાર દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા

બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહમાન 17 વર્ષ પછી દેશમાં પરત ફર્યા છે. ધરપકડથી બચવા માટે 2008માં લંડન ભાગી ગયા હતા. ત્યારે હસીના સરકાર દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા 

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના પોસ્ટરો પર 17 વર્ષ સુધી તેમનો ચહેરો દેખાતો હતો. ઢાકાથી લઈને દેશના દૂરના વિસ્તારોમાં પોતે ના જઇ શકે તો રેલીઓમાં તેમની રેકોર્ડેડ અવાજ ગુજતો હતો. અમે વાત કરી રહ્યા છીએ બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર અને એક સમયે દેશના રાજકારણના "ડાર્ક પ્રિન્સ" તરીકે જાણીતા તારિક રહમાન વિશે, જે લગભગ બે દાયકા પછી ઢાકા પરત ફર્યા છે. 

તારિક રહમાનનું વાપસી દેશ માટે ખાસ મહત્વ ધરાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત તરફી અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ છે.

તાજેતરના ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે જ્યા તારિક રહેમાનની બીએનપી સૌથી વધુ બેઠકો જીતવાની શક્યતા છે, ત્યારે તેના સહયોગી રહેલ જમાત હવે એડી પર સાંસ લઇ રહી છે. ભારતની ચિંતા ત્યારે વધી ગઇ જ્યારે ઢાકા યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં જમાતની વિદ્યાર્થી પાંખની ચોકાવનારી જીત થઇ હતી.

આવી સ્થિતિમાં ભારત બીએનપીને વધુ ઉદાર અને લોકશાહી વિકલ્પ તરીકે જુએ છે, જોકે બંને વચ્ચે ઐતિહાસિક રીતે તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારતને આશા છે કે તારિક રહમાનની વાપસી પાર્ટી કેડરને ઉર્જા આપશે અને બીએનપીને આગામી સરકાર બનાવવા સક્ષમ બનાવશે.

દરમિયાન વિદ્યાર્થી-નેતૃત્વવાળી નેશનલ સિટીજન પાર્ટી (NCP) એ આરોપ લગાવ્યો છે કે બીએનપી અવામી લીગના નેતાઓને પોતાનામાં સામેલ કરી રહી છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશે ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા અને ચીન સાથે સંતુલન જાળવી રાખ્યું હતું. પાકિસ્તાનથી સ્પષ્ટ અંતર જાળવી રાખ્યું હતું. પરંતુ યુનુસ સરકાર વખતે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, બાંગ્લાદેશ ભારતથી પોતાને દૂર કરી રહ્યું છે અને પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે.

(7:37 PM IST)