News of Friday, 26th December 2025
દિલ્હીમાં આજથી 'વીર બાળ દિવસ'ની ઉજવણી: વડાપ્રધાન મોદી દ્વારા ૨૦ બહાદુર બાળકો 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત

નવી દિલ્હી: આજે ૨૬ ડિસેમ્બરના રોજ દેશભરમાં 'વીર બાળ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ દેશના ૨૦ સાહસી બાળકોને પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' એનાયત કરશે.
વડાપ્રધાનશ્રી આજે દિલ્હીમાં આયોજિત 'વીર બાળ દિવસ'ના કાર્યક્રમમાં સહભાગી થશે. શીખ ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓની શહાદતને યાદ કરવા માટે ૨૬ ડિસેમ્બરનો દિવસ 'વીર બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકોનું સન્માન છે. વડાપ્રધાન મોદી ૨૦ બાળકોને તેમની અદમ્ય સાહસિકતા અને વિશેષ સિદ્ધિઓ બદલ 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' આપીને નવાજશે. સરકાર દ્વારા આ દિવસને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ સાથે ઉજવવામાં આવે છે જેથી આવનારી પેઢી સાહિબજાદાઓના બલિદાન અને સાહસમાંથી પ્રેરણા લઈ શકે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
