News of Friday, 26th December 2025
તમિલનાડુમાં ગમખ્વાર અકસ્માત: ત્રિચી-ચેન્નાઈ હાઈવે પર ૯ લોકોના મોત, મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા ૩ લાખની સહાય જાહેર

તમિલનાડુ: અહીંના કુડ્ડાલોર જિલ્લામાં એલુથુર ગામ પાસે ત્રિચી-ચેન્નાઈ નેશનલ હાઈવે પર થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં ૯ લોકોના કરૂણ મોત થયા છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને ૩ લાખ રૂપિયા અને ઘાયલોને ૧ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્રિચી-ચેન્નાઈ નેશનલ હાઈવે પર એલુથુર ગામ નજીક થયેલા આ અકસ્માતમાં ૯ મુસાફરોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી સાર્વજનિક રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી છે. જે મુજબ, પ્રત્યેક મૃતકના પરિવારને ૩ લાખ રૂપિયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર રીતે ઘાયલ લોકોને ૧ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી અને ઘાયલોની સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
