News of Friday, 26th December 2025
અમિતભાઈ શાહ મધ્યપ્રદેશના પ્રવાસે: ભોપાલમાં આતંકવાદ વિરોધી સંમેલનનું ઉદ્ઘાટન

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ ભોપાલમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં મુખ્યત્વે આતંકવાદ વિરોધી સંમેલનનું ઉદ્ઘાટન સામેલ છે.
અમિતભાઈ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોંચ્યા છે. ભોપાલમાં તેમનું ભરચક સમયપત્રક છે. આજનો તેમનો મુખ્ય એજન્ડા આંતરિક સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈને મજબૂત કરવાનો છે. તેઓ ભોપાલમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય 'આતંકવાદ વિરોધી સંમેલન'નું ઉદ્ઘાટન કરશે.
આ સંમેલનમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દળના વડાઓ સાથે આતંકવાદને ડામવા માટેની રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત તેઓ રાજ્યમાં અન્ય અલગ-અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
