News of Friday, 26th December 2025
દિલ્હીવાસીઓ માટે 'અટલ કેન્ટીન' નો પ્રારંભ: ૫ રૂપિયામાં ભરપેટ ભોજન

નવી દિલ્હી: ગરીબ અને શ્રમિક વર્ગ માટે આજથી 'અટલ કેન્ટીન' યોજનાનો પ્રારંભ થયો છે. દિલ્હીના ૧૦૦ અલગ અલગ સ્થળોએ શરૂ થયેલી આ કેન્ટીનમાં લોકોને માત્ર ૫ રૂપિયામાં ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે.
મોંઘવારીના સમયમાં સામાન્ય માણસને રાહત આપવા માટે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આજથી પાટનગરમાં 'અટલ કેન્ટીન'ની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરના ૧૦૦ જેટલા નિયત સ્થળોએ કેન્ટીન કાર્યરત બની છે. આ કેન્ટીનોમાં માત્ર ૫ રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક અને ભરપેટ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દૈનિક મજૂરી કરતા શ્રમિકો અને ગરીબ વર્ગને સસ્તું અને સારું જમવાનું મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
