News of Friday, 26th December 2025
ચાંદી તો ચાંદી જ છે... : વધુ ૮૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી ૧ કિલોના ભાવ ર,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૩૪,૦૦૦ની ટોચેઃ સોનામાં પણ ૧૦૦૦ રૂા.ના વધારા સાથે ભાવ ૧,૪ર,૩૦૦ ની નવી સપાટીએ

રાજકોટ, તા., ર૬: બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીનો તરખાટ યથાવત રહેતા આજે વધુ ૮૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવ ર,૩૪,૦૦૦ નવી ટોચે પહોંચતા ચાંદી તો ચાંદી જ છે તેવી ઇન્વેસ્ટરોમાં ચર્ચા થઇ રહી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. પરમ દિવસે ચાંદી ૧ કિલોના ભાવ ર,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૪,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
ચાંદીમાં તેજીનું તોફાન યથાવત રહેતા ચાંદીમાં એક સપ્તાહમાં ૩૦,૦૦૦ નોંધપાત્ર ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા. વધ્યા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. પરમ દિવસે સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૪૧,૩૦૦ રૂા. હતુ. તે વધીને આજે ૧,૪ર,૩૦૦ રૂા.ની નવી સપાટી બનાવી છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ વધીને ૧૪,ર૩,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્યા છે. વિશ્વ માર્કેટમાં ડોલરની નબળાઇ અને ઔદ્યોગીક ક્ષેત્રે ચાંદીની જબ્બર ડીમાન્ડને પગલે ચાંદીના ભાવમાં તોતીંગ ભાવવધારો થઇ રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
