<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ચીની હથિયારની પોલ ખુલી : લોન્ચ કરતા પહેલા રોકેટ સિસ્ટમના ફુરચા ઉડ્યા :કંબોડિયાના 8 જવાનોના મોત

યુદ્ધ શરૂ થતાં જ કંબોડિયાએ થાઈલેન્ડને આ રોકેટ સિસ્ટમથી વાર કરવાની ધમકી આપી હતી. પણ ફાયરિંગ દરમિયાન ચીની MLRSનું સુરસુરિયું થઈ ગયું

ચાઈનીઝ હથિયારોની પોલ હવે દુનિયા સામે ખૂલી ગઈ છે. જેનો જીવતો જાગતો દાખલો થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધમાં જોવા મળ્યો. જેમાં એક ચીની રોકેટ સિસ્ટમના કુરચેકુરચા ઊડી ગયા અને આઠ જેટલા સૈનિકો પણ મોતને ભેટયા છે.

 

સોશિયલ મીડિયા પર થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધનો એક વીડિયો વાયરલ છે, જેમાં કંબોડિયાઈ સેના એક મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમથી મિસાઈલ થાઈ સેના પર વરસાવી રહ્યા છે. રોકેટ સિસ્ટમમાંથી લગભગ અડધી ડઝન જેટલી મિસાઈલો છૂટયા પછી અચાનક બ્લાસ્ટ થાય છે અને દાવા પ્રમાણે આઠ જેટલા કંબોડિયાના સૈનિકોના મોત નીપજે છે. આ સિસ્ટમ કંબોડિયાએ ચીન પાસેથી ખરીદી છે જે PHL-81 તરીકે ઓળખાય છે.

 

કંબોડિયાની સેના ચીનમાં નિર્માણ પામેલા  PHL-81 ટાઈપ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 80ના દાયકામાં બનેલા રશિયન 'BM021 ગ્રેડ' મલ્ટિપલ રોકેટ સિસ્ટમનું કોપી વર્ઝન છે. ખાસ વાત એ છે ભારતીય સેના પણ આ પ્રકારના ગ્રેડવાળા MLRSને ઓપરેટ કરે છે, જે 20-22 સેંકડમાં 40 રોકેટ ફાયર કરી શકે છે. 

 

યુદ્ધ શરૂ થતાં જ કંબોડિયાએ થાઈલેન્ડને આ રોકેટ સિસ્ટમથી વાર કરવાની ધમકી આપી હતી. પણ ફાયરિંગ દરમિયાન ચીની MLRSનું સુરસુરિયું થઈ ગયું હતું. ત્યારે ચાઈનીઝ હથિયારો પર ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે કે કારણ કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાન પર બ્રહ્મોસ મિસાઈલનો મારો કર્યો હતો. પણ ચીની  HQ-9 ડિફેન્સ સિસ્ટમ એક પણ બ્રહ્મોસ મિસાઈલને ડિટેક્ટ કરી શકી ન હતી. 

(6:55 PM IST)