News of Friday, 26th December 2025
યુપીના રાજકારણમાં ‘લિટ્ટી-ચોખા’ પર જામ્યો બ્રાહ્મણ સંગઠનનો જંગ: ભાજપના ૪૦ ધારાસભ્યોની ગુપ્ત બેઠકથી દિલ્હી સુધી ફફડાટ, શું યોગી સરકારમાં બ્રાહ્મણો નારાજ છે?
ઠંડી રાત્રે ગરમાગરમ ચર્ચા: "સન્માન કે સત્તા?" અખિલેશ યાદવના કટાક્ષ વચ્ચે ભાજપના બ્રાહ્મણ નેતાઓએ વ્યક્ત કરી હૈયા વરાળ, ૨૦૨૭ની ચૂંટણી પહેલા જાતિગત સમીકરણો સાધવા ભાજપ માટે મોટો પડકાર

લખનૌ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે ઠંડીના પારાની સાથે રાજકીય તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે. લખનૌમાં ભાજપના ધારાસભ્ય પી.એન. પાઠકના નિવાસસ્થાને યોજાયેલા એક ‘લિટ્ટી-ચોખા’ના ડિનર ડિપ્લોમસીએ વિપક્ષને બેઠું થવાનું બહાનું આપી દીધું છે. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ભાજપના લગભગ ૪૦ બ્રાહ્મણ ધારાસભ્યો અને MLC હાજર રહ્યા હતા, જેના કારણે "બ્રાહ્મણ વિરુદ્ધ ઠાકુર" રાજકારણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
: કહેવા માટે તો આ એક અનૌપચારિક સામાજિક મેળાવડો હતો, પરંતુ અંદરખાને ચર્ચાઓ કંઈક અલગ જ હતી. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય અનિલ ત્રિપાઠીએ સ્વીકાર્યું હતું કે, "બ્રાહ્મણ સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે, પરંતુ આજે સમાજમાં બ્રાહ્મણ સભ્યોનું અપમાન થઈ રહ્યું છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી." વિપક્ષી નેતાઓનો દાવો છે કે આ ધારાસભ્યોમાં રોષ છે કારણ કે પોલીસ અને પ્રશાસન તેમનું સાંભળતા નથી.
આ બેઠકના સમાચાર વાયુવેગે ફેલાતા ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પક્ષના નેતાઓને જાતિ આધારિત રાજકારણથી દૂર રહેવાની કડક સલાહ આપી છે. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ત્યારે થઈ જ્યારે વડાપ્રધાન મોદીએ લખનૌમાં અટલ બિહારી વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાઓનું અનાવરણ કર્યું - આ ત્રણેય મહાનુભાવો બ્રાહ્મણ સમુદાયના હતા.
ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ મતદારોની સંખ્યા અંદાજે ૧૨% છે, પરંતુ તેમનો પ્રભાવ ઘણો મોટો છે. રાજ્યની ૬૦ થી ૧૫૦ વિધાનસભા બેઠકો પર બ્રાહ્મણ વોટબેંક હાર-જીત નક્કી કરે છે. ખાસ કરીને અવધ અને પૂર્વાંચલના પટ્ટામાં બ્રાહ્મણોનો ભારે પ્રભુત્વ છે. ૨૦૧૭ અને ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ૮૦% થી વધુ બ્રાહ્મણ મતો મળ્યા હતા, જે પક્ષની જીતનો મુખ્ય આધારસ્તંભ રહ્યા છે.
: સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આકરો કટાક્ષ કરતા લખ્યું કે, "ભાજપના શાસનમાં જનતાને બાટી-ચોખા નહીં પણ માટી-ધોકા મળી રહ્યા છે." તેમણે બ્રાહ્મણ સમાજને સ્વાભિમાનની લડાઈ લડવા ઉશ્કેર્યા હતા. જોકે, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ આ બાબતને હળવાશથી લેતા કહ્યું કે, જ્યારે બધા નેતાઓ લખનૌમાં હોય ત્યારે આવા જમણવાર થતા હોય છે, તેને જાતિ સાથે જોડવી જોઈએ નહીં
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
