<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

તાઇવાનને હથિયારો આપવા બદલ ચીન લાલઘૂમ: અમેરિકાની ૨૦ સંરક્ષણ કંપનીઓ અને ૧૦ વરિષ્ઠ અધિકારીઓ પર પ્રતિબંધ લાદ્યો

વોશિંગ્ટન: અમેરિકા દ્વારા તાઇવાનને મોટા પાયે શસ્ત્રો વેચવાના નિર્ણયથી નારાજ ચીને ૨૦ અમેરિકન કંપનીઓ અને ૧૦ વરિષ્ઠ અધિકારીઓ પર આકરા પ્રતિબંધો લાદ્યા છે.

તાઇવાનને અબજો ડોલરના શસ્ત્રો પૂરા પાડવાના અમેરિકાના નિર્ણય સામે ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. બેઇજિંગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાઇવાન મુદ્દે કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં આવશે નહીં. 

 

ચીનના વિદેશ મંત્રાલયે ૨૦ અમેરિકન સંરક્ષણ કંપનીઓ અને ૧૦ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી છે. ચીને જણાવ્યું છે કે આ કંપનીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેમના પર ચીનમાં વ્યાપાર કરવા પર રોક લગાવાશે. ચીને આ પગલાને 'વન ચાઇના' નીતિનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

 

(9:45 AM IST)