તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 27th December 2025
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની મહત્વની બેઠક: મનરેગા મુદ્દે દેશવ્યાપી આંદોલનની રણનીતિ

નવી દિલ્હી: મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં મળેલી સીડબલ્યુસીની બેઠકમાં મનરેગા કાયદામાં ફેરફાર અને અરવલ્લીના સંરક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
નવી દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં 'કોંગ્રેસ વર્કિંગ કમિટી' (સીડબલ્યુસી) ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
બેઠકનો મુખ્ય એજન્ડા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાની જગ્યાએ લાવવામાં આવેલા નવા બિલનો વિરોધ કરવાનો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ નવા કાયદાથી ગ્રામીણ રોજગારીને નુકસાન થશે. આ ઉપરાંત બેઠકમાં અરવલ્લી પર્વતમાળાના રક્ષણ અને પર્યાવરણના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
