News of Saturday, 27th December 2025
રાજસ્થાનના ચુરુમાં ભયાનક અકસ્માત: કૌટુંબિક વિવાદ પૂરો કરીને પરત ફરી રહેલા હતા: ટ્રેલર અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના ૫ ના મોત: ૩ ગંભીર

જયપુર: ચુરુ જિલ્લાના સાંડવા વિસ્તારમાં ટ્રક-ટ્રેલર અને એસયુવી કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.
રાજસ્થાનના ચુરુ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાંડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ ગતિએ આવતા ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ૪ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને બિકાનેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો કૌટુંબિક વિવાદના સમાધાન માટે સાંડવા આવ્યા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
