News of Saturday, 27th December 2025
ચાંદીમાં એકધારી તેજી : વધુ ૯૦૦૦ રૂા.નો ઉછાળો
ચાંદી (૧ કિલો)ના ભાવ વધીને ર,૪૪,૦૦૦ની નવી ટોચે : ૭૦૦ રૂા.ના ભાવવધારા સાથે સોનુ ૧,૪૩,૦૦૦ રૂા.ની નવી સપાટીએ

રાજકોટ, તા., ર૭: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં એકધારી તેજીને પગલે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં રોજબરોજ નવી ઐતિહાસિક સપાટી જોવા મળી રહી છે. ચાંદીમાં મોડી રાત્રે વધુ ૯૦૦૦ રૂપીયા અને સોનામાં ૭૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડી રાત્રે વધુ ૯૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,૩પ,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૪,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ૧૮,૦૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો થયો છે. પરમ દિવસે ચાંદી ૧ કિલોના ભાવ ર,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને ગત મોડી રાત્રે ર,૪૪,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
વિશ્વ માર્કેટમાં ઔદ્યોગીક ક્ષેત્રે ચાંદીની જબ્બર ડીમાન્ડ અને હાજર માલની ખેંચને કારણે ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો થઇ રહયાની ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી. સોનામાં વધુ ૭૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪ર,૩૦૦ રૂા. હતા તે વધીને મોડી રાત્રે ૧,૪૩,૦૦૦ રૂા.ની નવી સપાટી બનાવી હતી. (૪.૮)
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
