<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

અમેરિકન પત્રકાર મેટ ફોર્નીનું ભારત વિરોધી ઝેરીલો પ્રચાર: 'શાંતિ'ના નામે ભારતીયોને દેશનિકાલ કરવાની હિમાયત: મેટ ફોર્નીએ 'ડીઈઆઈ'નો નવો અર્થ 'ડિપોર્ટ એવરી ઇન્ડિયન' ગણાવ્યો

અમેરિકી પત્રકારનો ભારતીયો વિરુદ્ધનો ઝેરીલો પ્રચાર

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના લોકો સામે નફરત ફેલાવતા તત્ત્વો વધુ સક્રિય બન્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકીને હડકંપ મચાવ્યો છે.

તેમણે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૬માં અમેરિકામાં ભારતીયો પર વ્યાપક હિંસા થશે અને બચવાનો એકમાત્ર રસ્તો તેમને ભારત પાછા મોકલવાનો છે."

ન્યૂઝ ૧૮ના અહેવાલો અનુસાર, મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એક્સ' પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૨૬માં અમેરિકામાં ભારતીયો પ્રત્યે નફરત તેની ચરમસીમાએ હશે. ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો હિંસક હુમલાઓનું નિશાન બનશે. આ હુમલાઓ શ્વેત અમેરિકનો નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકો અને પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે.

ભારતીયોના જીવ બચાવવા માટે તેણે અત્યારે જ 'દેશનિકાલ' (ડીપોર્ટ) કરીને ભારત મોકલી દેવા જોઈએ. જોકે, વિવાદ પછી તેણે આ પોસ્ટ ડિલિટ કરી હતી.
 

અમેરિકામાં ફરી એકવાર વંશીય નફરતનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન પત્રકાર અને જમણેરી વિચારધારા ધરાવતા કાર્યકર મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ભારતીયો વિરુદ્ધ અત્યંત ઉશ્કેરણીજનક અને નફરત ફેલાવનારી ટિપ્પણીઓ કરી છે, જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે. મેટ ફોર્નીએ ચેતવણી આપી છે કે વર્ષ ૨૦૨૬માં અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ મંદિરો પર હિંસક હુમલાઓ થશે તેમ ન્યુઝ ૧૮ નો અહેવાલ જણાવે છે.

મેટ ફોર્નીએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે આવતા વર્ષે એટલે કે ૨૦૨૬માં અમેરિકામાં "ભારતીય વિરોધી નફરત" તેની ચરમસીમા પર હશે. તેણે લખ્યું હતું કે, "૨૦૨૬માં ભારતીયોને ખાસ નિશાન બનાવવામાં આવશે. આ પોસ્ટમાં તેણે એવી વિચિત્ર દલીલ પણ કરી હતી કે આ હુમલાઓ શ્વેત અમેરિકનો દ્વારા નહીં, પરંતુ લઘુમતી સમુદાયના લોકો (જેમ કે અશ્વેત, લેટિનો અથવા પાકિસ્તાની) દ્વારા કરવામાં આવશે.

 

આ પત્રકારે પોતાની નફરતભરી વાતને 'શાંતિ'નું નામ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે તે અમેરિકામાં શાંતિ ઈચ્છે છે અને આવી હિંસા રોકવાનો એક જ ઉપાય છે. તેણે લખ્યું, "ભારતીયોની પોતાની સુરક્ષા માટે આપણે 'ડીઈઆઈ' લાગુ કરવું જોઈએ: જેનો અર્થ છે - ડિપોર્ટ એવરી ઇન્ડિયન (દરેક ભારતીયને દેશનિકાલ કરો)." આ પોસ્ટ દ્વારા તેણે ભારતીયોને અમેરિકામાંથી કાઢી મુકવાની ખુલ્લી હિમાયત કરી હતી.

 

મેટ ફોર્નીનો ઈતિહાસ ભારત અને ભારતીયો પ્રત્યે નફરતભર્યો રહ્યો છે. અગાઉ તેને મીડિયા સંસ્થા 'ધ બ્લેઝ'માંથી પણ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો હતો કારણ કે તેણે ભારતીયો અને એચ-૧બી વિઝા કાર્યક્રમ અંગે અણછાજતી ટિપ્પણીઓ કરી હતી. તેણે ભૂતકાળમાં એટસી જેવી કંપનીના ભારતીય મૂળના સીઈઓ કૃતિ પટેલ ગોયલને પણ નિશાન બનાવ્યા હતા અને પુરાવા વગર આક્ષેપો કર્યા હતા કે ભારતીય અધિકારીઓ અમેરિકન કામદારોની જગ્યા પચાવી પાડે છે.

 

મેટ ફોર્નીની આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. લોકોએ તેને એફબીઆઈમાં રિપોર્ટ કરવાની અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. વિરોધ વંટોળ એટલો તીવ્ર હતો કે અંતે તેણે પોતાની આ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. જોકે, ત્યારબાદ પણ તેણે બચાવમાં કહ્યું હતું કે ભારતીયોના 'માસ રિપોર્ટિંગ' (સામૂહિક ફરિયાદો) ના કારણે તેણે પોસ્ટ હટાવવી પડી છે.

 

(4:23 PM IST)