<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

૨૦૨૬માં આવી રહેલ અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પના ફોટા વાળો ખાસ સિક્કો બહાર પાડવાની તૈયારી

યુએસ ટ્રેઝરર બ્રેન્ડન બીચે આ અંગેના ડ્રાફ્ટની ડિઝાઈન શેર કરી: જેમાં સિક્કાની એક બાજુ ટ્રમ્પની પ્રોફાઇલ અને 'ફાઈટ, ફાઈટ, ફાઈટ' સૂત્ર લખેલું જોવા મળ્યું: આ સિક્કો હજુ ડિઝાઈન તબક્કે છે: આખરી મંજૂરી બાકી

વોશિંગ્ટન: અમેરિકાની આઝાદીના ૨૫૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે (વર્ષ ૨૦૨૬માં) યુએસ ટ્રેઝરી વિભાગ એક વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડવા વિચારી રહ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હોવાની શક્યતા છે. આ અંગે સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ અને જાહેરાતો ફરી રહી છે.

સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ, યુએસ ટ્રેઝરર બ્રેન્ડન બીચે આ અંગેના ડ્રાફ્ટની ડિઝાઈન શેર કરી હતી, જેમાં સિક્કાની એક બાજુ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રોફાઇલ અને 'ફાઈટ, ફાઈટ, ફાઈટ' સૂત્ર લખેલું જોવા મળ્યું હતું. જોકે, આ સિક્કો હજુ ડિઝાઈન તબક્કે છે અને તેની આખરી મંજૂરી બાકી છે. 

બજારમાં આ સિક્કાને 'ટ્રમ્પ લિબર્ટી કોઈન' તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે અને સંગ્રહખોરોમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે. 

પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ નાગરિકોને સંદેશ આપ્યો છે કે જેઓ આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનવા માંગતા હોય તેમણે આ તક ચૂકવી ન જોઈએ. આ સિક્કો અમેરિકાની લોકશાહી અને સ્થિતિસ્થાપકતાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

(10:08 AM IST)