News of Sunday, 28th December 2025
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ એક દિવસના ગુજરાતના પ્રવાસે : આખા દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે : ભાજપ આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ
શેલામાં IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કાર્યક્રમ,AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું કરશે લોકાર્પણ, નવા વણઝરમાં અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ, આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ, વિશ્વ ઉમિયાધામ અને વડાપ્રધાન પર બનેલા નમો ઉત્સવ કાર્યક્રમને નિહાળશે

અમદાવાદ તા.૨૮ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં વિવિધ મહત્વના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપીને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, ધાર્મિક સ્થળોના દર્શન કરશે અને સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં વિવિધ મહત્વના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપીને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, ધાર્મિક સ્થળોના દર્શન કરશે અને સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસમાં વિકાસ, આરોગ્ય, ધર્મ અને યુવા સશક્તિકરણ જેવા વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
વિગતવાર કાર્યક્રમોનું સમયપત્રક
અમિતભાઈ શાહના આજના પ્રવાસના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે
કાર્યક્રમ 1 (જાહેર કાર્યક્રમ)
IMA ગુજરાત બ્રાન્ચ દ્રારા આયોજીત રાષ્ટ્રીય કોન્કર H-IMA NATCON 2025
સમય: સવારે 10:15 કલાકે
સ્થળ: ક્લબ 07, શૈલા, અમદાવાદ
કાર્યક્રમ 2
વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી AMC દ્વારા નાખવામાં આવેલ નવી ટૂંક મેઈન લાઈનના કાર્યનું લોકાર્પણ
સમય: સવારે 11:30 કલાકે
સ્થળ: ગોપાલ ફાર્મ પાસે, એસપી રિંગ રોડ, રોલા, અમદાવાદ
કાર્યક્રમ 3 (જાહેર કાર્યક્રમ)
નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ
સમર સવારે 11:45 કલાકે
સ્થળ: ભવાની ચોક, નવા વણકર, અમદાવાદ
કાર્યક્રમ 4
આઈકોનિક એસજી હાઈવે ના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ
સમય: બપોરે 12:45 કલાકે
સ્થળ: પકવાન સર્કલ પાસે, એસજી હાઈવે, બોડકદેવ, અમદાવાદ
કાર્યક્રમ 5
ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે
સમય: બપોરે 1:00 ક્લાકે સ્થળ: ગુરુદ્વારા, એસજી હાઈવે, થલતેજ, અમદાવાદ
કાર્યક્રમ 6 (જાહેર કાર્યક્રમ)
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલન 2025 નો ઉદ્ઘાટન સમારોડ
સમય: બપોરે 3:45 કલાકે
સ્થળ: વિશ્વ ઉમિયાધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ
કાર્યક્રમ 7 (જાહેર કાર્યક્રમ)
સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ “નમોત્સવ"
સમય: સાંજે 5:45 કલાકે
સ્થળ: સંસ્કાર ધામ, ગોધાવી, અમદાવાદ
કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા
આ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન અને કાર્યો પર આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થશે.આ પ્રવાસ દરમિયાન અમિતભાઈ શાહ વિકાસકાર્યો દ્વારા અમદાવાદના નાગરિકોને સુવિધાઓ વધારવા તેમજ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવા પર ભાર મૂકશે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
