<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ ? આ સવાલ કરવાનો હોય તમને અને કરી દીધો મને : અમદાવાદમાં અમિતભાઈ શાહે રાહુલ ગાંધીને ટોણો માર્યો

1973 માં તમને જેમણે વસાવ્યા હતા. તેને શોધીને તેમને સનદ આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની પાર્ટીએ કર્યું અને કોઈ મોટું આંદોલન નથી કર્યું, વણઝરમાં હુ કેટલીય વાર આવ્યો છું પરંતુ કોઈએ માંગણી પણ નથી કરી છતા વર્ષો જુની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી.

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસેછે.  આ દરમિયાન તેમના અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્વના કાર્યક્રમોમાં છે, જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્યારે સૌ પ્રથમ અમિતભાઈ શાહ  શેલામાં IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા ત્યાર બાદ તેઓએ અમદાવાદમાં AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું હતું  જે બાદ તેઓ નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે.

અમિતભાઈ શાહે આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ટોણો મારતા કહ્યું કે, રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ ? આ સવાલ કરવાનો હોય તમને અને કરી દીધો મને. પણ રાહુલ બાબને ત્યારે આ કાર્યક્રમને જોઈ લો તો ખબર પડે કે, દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાવ છો. 1973 માં તમને જેમણે વસાવ્યા હતા. તેને શોધીને તેમને સનદ આપવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની પાર્ટીએ કર્યું અને કોઈ મોટું આંદોલન નથી કર્યું, વણઝરમાં હુ કેટલીય વાર આવ્યો છું પરંતુ કોઈએ માંગણી પણ નથી કરી છતા વર્ષો જુની માંગણી સંવેદનશીલતાની સાથે પૂરી કરી.

નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો નવા વણઝરના ભવાની ચોકમાં નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ જાહેર કાર્યક્રમ યોજાઈ કહ્યો છે. નવા વણઝર ગામના સનદના વર્ષ 1973થી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સનદ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે.

 

 

 નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું

 

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું હતું. વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી નવી ટ્રંક મેઇન લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમિતભાઈ શાહે નવા એથિક્સ બનાવવાની આપી સલાહ

 

 

વધુમાં અમિતભાઈ શાહે કહયું કે, આ ક્ષેત્રમાં નવા એથિક્સ બનાવવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે, 100 વર્ષ પહેલા બનાવવામાં આવેલા એથિક્સ અત્યારે ગાયબ થઈ ગયા છે.

કાર્યક્રમમાં અમિતભાઈ શાહે શું કહયું?

અમિતભાઈ શાહે કહયું કે, IMA નું 100 મો રાષ્ટ્રીય અધિવશન છે અને શતાબ્ધીનું પણ વર્ષ છે. કોઈપણ સંસ્થા શતાબ્દી શૂધી પહોંચે છે તો તે બહુ મોટા ઈતિહાસને પાછળ છોડી દે છે અને આવનાર પડકારને પાર કરવા માટે પણ પ્રયત્ન કરે છે. આ ક્ષેત્રમાં ઘણા બદલાવ આવ્યા છે. આ મૂળ સેવાનું ક્ષેત્ર છે. જ્યારે કોઈ ગંભીરરુપે બિમાર થય છે ત્યારે તેને બીજે ક્યાંય નહીં પરંતુ તેનો ઈલાજ કરવાવાળા ડોકટરમાં જ ભગવાન દેખાય છે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન

 

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યં હતું કે, 2025 નું વર્ષ પુરુ થવા આવ્યું છે. આ વર્ષ નવી ચેતના અને ઉર્જાનું નવું વર્ષ બન્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત ઓલ ઈન્ડિયા મેડિકલ કોન્ફરન્સ - IMA NATCON 2025 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું આયોજન થઈ રહ્યુ છે તે ગૌરવની વાત છે. વધુમાં મુખ્યમંત્રીએ ડોક્ટરનું મહત્વ સમજાવી કોરોનામાં ડોક્ટરોએ કરેલી કામગીરીને બિરદાવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી Amitbhai Shah ની હાજરીમાં IMA NATCON 2025ની શરુઆત

 

 

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની છે ત્યારે સૌથી પહેલા IMA NATCON 2025ની શરુઆત થઈ ગઈ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(2:36 PM IST)