<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

અઘરી નોટઃ કપડાં બદલે તેમ છોકરીઓ બદલતો, પરફેક્‍ટ ઘરવાળી ન મળી તો એક સાથે ૩ છોકરી સાથે લગ્ન કર્યા

ગોપાલગંજના મીરગંજ વિસ્‍તારના ગૌરુપ સમઈલ ગામના રહેવાસી પિન્‍ટુ પર ત્રણ છોકરીઓ સાથે લગ્ન કરવાનો આરોપ

ગોપાલગંજ તા.૨૯: બિહારના ગોપાલગંજમાંથી એક વિચિત્ર કિસ્‍સો સામે આવ્‍યો છે, જ્‍યાં બે મહિલાઓ પોતાના પતિની ફરિયાદ લઈને પોલીસ સ્‍ટેશનમાં પહોંચી હતી. બંનેએ આરોપ લગાવ્‍યો કે તેના પતિ પિન્‍ટુએ ત્રીજા લગ્ન તેમની જાણ બહાર કરી નાખ્‍યા છે. આટલું જ નહીં પણ ત્રીજી પત્‍નીથી તેમને એક સંતાન પણ થયું છે. આરોપીએ બંનેના છૂટાછેડા આપ્‍યા વિના લગ્ન કરી નાખ્‍યા હતા. પત્‍નીઓની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી, જ્‍યારે તેની સાથે પૂછપરછ કરવામાં આવી તો તેણે લગ્ન કરવા પાછળનું ચોંકાવનારું કારણ આપ્‍યું હતું.

ગોપાલગંજના મીરગંજ વિસ્‍તારના ગૌરુપ સમઈલ ગામના રહેવાસી પિન્‍ટુ પર ત્રણ છોકરીઓ સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્‍યો છે. પહેલી પત્‍ની ખુશ્‍બૂ ઉર્ફ અમૃતા અને બીજી પત્‍ની ગુડિયાએ જણાવ્‍યું કે છૂટાછેડા આપ્‍યા વિના તેના પતિએ ત્રણ લગ્ન કર્યા છે. બંને પત્‍નીઓએ દહેજ ઉત્‍પીડન, બળજબરી સંબંધ બાંધવા જેવા ગંભીર આરોપ લગાવ્‍યા છે. મીરગંજ વિસ્‍તારમાં તેમની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ફરિયાદ નોંધાયા બાદ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

આ બાજુ ધરપકડ બાદ ત્રણ લગ્ન કરવા પાછળનું આરોપીએ કારણ પણ જણાવ્‍યું છે. તેને સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા. પિન્‍ટુએ ત્રણ લગ્ન કરવા તેની મજબૂરી ગણાવી અને પત્‍નીઓના આરોપને ખોટા ગણાવતા કહ્યું કે એક પત્‍નીનો જે ધર્મ હોવો જોઈએ, જે ખાસિયત હોવી જોઈએ, તે નિભાવી નથી, એટલા માટે તેણે ત્રીજા લગ્ન કરી લીધા. પિન્‍ટુની પહેલી પત્‍ની ખુશ્‍બુ કુમારી ઉર્ફ અમૃતાએ જણાવ્‍યું કે તેના લગ્ન હિન્‍દુ રીતિ રિવાજથી ૨૦૨૨માં થયા હતા. ત્‍યારે તેના પિતાએ ૨૦ ગ્રામ સોનું, કેટલાય તોલા ચાંદી અને ૩ લાખ રૂપિયા ગિફટમાં આપ્‍યા હતા. તેમ છતાં તેના પતિ દહેજમાં પાંચ લાખ રૂપિયા અને કાર માટે તેમને ટોર્ચર કરવાની સાથે સાથે કેટલાય આરોપ લગાવ્‍યા છે.

તો વળી સીવાન જિલ્‍લાના ગોરેયા કોઠીની રહેવાસી બીજી પત્‍ની ગુડિયા કુમારીના જણાવ્‍યા અનુસાર, એપ્રિલ ૨૦૨૪માં તેના લગ્ન મીરગંજ વિસ્‍તારના પિન્‍ટુ સાથે થયા હતા. ગુડિયાનો આરોપ છે કે લગ્નના સમયે નહોતી ખબર કે પિન્‍ટુ પહેલાથી પરણેલો છે. જ્‍યારે આ વાતની જાણકારી મળી કે તેનો પતિ પહેલાથી પરણેલો છે, તો ખુદ છેતરાઈ હોવાનો અનુભવ થયો. ગુડિયાના જણાવ્‍યા અનુસાર તેના પતિએ હવે છૂટાછેડા આપ્‍યા વિના ત્રીજા લગ્ન કરી લીધા છે.

ખુશ્‍બુનો દાવો છે કે તેના પતિએ હવે સારણ જિલ્‍લાની છોકરી સાથે ત્રીજા લગ્ન કરી લીધા છે. તો વળી પિન્‍ટુથી એક દીકરાનો જન્‍મ પણ થયો છે. એ છોકરીને પણ નથી જણાવ્‍યું કે પિન્‍ટુએ અગાઉ બે લગ્ન કરેલા છે. હાલમાં બંને પત્‍નીઓએ પતિ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ પિન્‍ટુની ધરપકડ કરી લીધી છે. કોર્ટમાં હાજર કર્યા બાદ તેને જેલમાં મોકલી દીધો છે.

(9:47 AM IST)