<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

પત્‍નીના પહેલા પતિને સાચો ઠેરવવા બીજો પતિ કોર્ટમાં હાજર થયો

ડોમેસ્‍ટિક વાયોલન્‍સના કેસમાં નાટયાત્‍મક વળાંક : બીજાં લગ્ન કરી લીધાં હોવાનું સાબિત થતાં અદાલતે મહિલાની ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી

મુંબઈ,તા.૨૯: એક નાટયાત્‍મક ખટલામાં મુંબઈની એક મેજિસ્‍ટ્રેટ કોર્ટે એક મહિલાના ડોમેસ્‍ટિક વાયોલન્‍સ એક્‍ટ હેઠળ પોતાના માજી પતિ પાસેથી આર્થિક મદદની માગણી કરતી અરજી એમ કહીને ફગાવી દીધી હતી કે તેણે છુટાછેડા પછી બીજા લગ્ન કરી લીધા છે. કોર્ટમાં ખટલાની સુનાવણીદરમ્‍યાન અમુક નાટ્‍યાત્‍મક દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. પ્રતિવાદી પતિ મહિલાના બીજા પતિને કોર્ટમાં લઈ આવ્‍યો હતો, જેણે પોતો ષી સાથે લગ્ન કર્યાની પુષ્ટિ કરી હતી. એ ઉપરાંત ભૂતપૂર્વ પતિએ પુરાવારૂપે કોર્ટમાં મહિલાના બીજા લગ્નનું નિખતનામા (મેરેજ સર્ટિફિકેટ) પણ કોર્ટમાં સુપરત કર્યું હતું.

આ કેસમાં મહિલાએ બાન્‍દ્રા પોલીસ સ્‍ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મારો પતિ દહેજ માટે મારી મારપીટ કરે છે. અને મને છુટાછેડાની ધમકી આપે છે. તેણે ફરિયાદમાં એણ પણ કહ્યું હતું કે મારો પતિ મને એરેન્‍જ મેરેજ બાદ તરત છોડી ગયો હતો અને એણે પોતાના વતનના ગામમાં બીજી ષી સાથે સંસાર શરૂ કર્યો હતો.

સ્‍ત્રીએ મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં નોંધાવેલી પિટીશનમાં એમ જણાવ્‍યું હતું કે મારા , પતિએ મને કાઢી મૂકી છે. હું એક ગૃહિણી, છું અને મારો પતિ મારી અને મારા બાળકની આર્થિક જરૂરિયાતો પૂરી નથી કરતો. એચલે મને એની પાસેથી આર્થિક રાહત અપાવવામાં આવે. કોર્ટે સુનાવણી ટ્ટ દરમિયાન, પતિને વચગાળાની રાહતરૂપે મહિલાને માસિક ભથ્‍થું ચુકવવા જણાવ્‍યું હતું. બીજી તરફ માજી પતિએ કોર્ટમાં ષીની માહણીનો વિરોધ કરી એવી રજુઆત કરી હતી કે અમે ૨૦૦૮માં છુટાછેડા લીધા હતા અને અરજદાર મહિલા પોતાની મરજીથી ઘર છોડી ગઈ હતી. બીજુ, અમારા છૂટાછેડા બાદ એણે બીજા લગ્ન પણ કરી લીધા છે. એના પુરાવારૂપે એણે મહિલાના બીજા પતિને કોર્ટમાં હાજર કર્યો હતો.

પુરાવાને ધ્‍યાનમાં લઈ એડીશનલ ચીફ જ્‍યુડીશ્‍યલ મેજિસ્‍ટ્રેટ બી.એન. ચીકનેએ એવો ચુકાદો આપ્‍યો હતો કે મહિલાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી એ પોતાના માજી પતિ પાસેથી કોઈ આર્થિક રાહત મેળવવા હકદાર નથી.

(10:11 AM IST)