તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Monday, 29th December 2025
પુણેમાં ઓનલાઈન શેર ટ્રેડિંગમાં બે વ્યક્તિ સાથે રૂ. ૧૫ કરોડની છેતરપિંડી
બંનેને બનાવટી એપમાં કરોડોની રકમનો નફો દેખાતો હતો : પોતાના ઉપરાંત ભાઈ અને સાળાના ખાતામાંથી પણ રોકાણ કરાવ્યું: હડપસર અને વાકડના રહેવાસીઓ ફ્રોડનો ભોગ બન્યા

મુંબઈ,તા.૨૯: પુણે અને પિપરી-ચિચવડમાં બે વ્યક્તિએ શેર ટ્રેડિગ ફ્રોડમાં કુલ મળી ૨.૧૫ કરોડ રૂપિયાની રકમ ગુમાવી હોવાનું બહાર આવ્યા બાદ હડપસર અને વાકડમાં રહેતા પીડિતોએ અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય વ્યક્તિએ પુણે સાયબર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિના દરમિયાન ફ્રોડસ્ટરોએ આઇપીઓના રોકાણ પર મોટા વળતરની લાલચ આપી ફરિયાદીને જાળમાં ફસાવ્યા બાદ વિવિધ બેંક ખાતામાં રકમ જમા કરાવી લીધી હતી. ફરિયાદીએ પોતાના ખાતા ઉપરાંત તેના સાળા અને ભાઈના ખાતામાં પણ મોટી રકમ મોકલાવી હતી.
ફરિયાદીને ફ્રોડસ્ટરોએ મોકલાવેલી બનાવટી લિકની એપમાં ૨.૨૫ કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ફરિયાદીએ શરૂઆતમાં એક હજાર રૂપિયાની રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે આ રકમ સફળતા પૂર્વક નીકળી હતી. જો કે જ્યારે ફરિયાદીએ મોટી રકમ, કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તે રકમ કાઢી શક્યા નહોતા. ધીરે- ધીરે સાયબર ફ્રોડસ્ટરોએ ફરિયાદી સાથેના સંપર્કો પણ કાપી નાંખ્યા હતા. અંતે ફરિયાદીને પુણે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપિડી થઈ હોવાનું ભાન થતા તેમણે આ પ્રકારની અન્ય એક ઘટનામાં પિપરી- ચિચવડના વાકડમાં રહેતા એક સોફટવેર એન્જાિનિયરે ૯૫ લાખ રૂપિયાની રકમ ગુમાવી હતી. આ બાબતે પિપરી-ચિચવડ સાયબર પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ફરિયાદીએ એન્જિનિયરને પ્રથમ વોટસ એપના એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રોકાણ પર મોટી રકમની લાલચ આપી વિશેષ એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
ફ્રોસ્ટરોએ તેમની કાર્ય-પદ્ધતિ અનુસાર તેમને વિવિધ બેંક ખાતામાં રકમ ભરવા જણાવ્યું હતું. ફરિયાદીએ આ લોકોની વાતોમાં આવી કુલ ૯૫.૨ લાખ રૂપિયા વિવિધ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. એપમાં ફરિયાદીને ૫.૭૬ કરોડ રૂપિયા જમા થયા હોવાનું દર્શાવવામાં આવતું હતું. જ્યારે ફરિયાદીએ તેની આ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે નવા-નવા કારણો આપી ફ્રોડસ્ટરોએ વધુ રકમની માગણી કરતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે પિપરી- ચિચવડ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
