<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સ્‍પીડ પોસ્‍ટથી ટપાલ ૨૪ કલાકની અંદર પહોંચી જશે

 

નવી દિલ્‍હીઃ તા. ર૯, ઇન્‍ડિયા પોસ્‍ટ ટૂંક સમયમાં ૨૪ કલાક અને ૪૮ કલાકની સ્‍પીડ પોસ્‍ટ ડિલિવરી સેવા શરૂ કરશે. છ રાજયોમાં ચાલી રહેલા ટ્રાયલ હવે તેમના અંતિમ તબક્કામાં છે. આ સેવા જાન્‍યુઆરીના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે.

હાલમાં, સ્‍પીડ પોસ્‍ટ ડિલિવરી ત્રણ થી પાંચ દિવસ લે છે. જોકે, ટપાલ વિભાગ બે નવી સેવાઓ શરૂ છે,દિલ્‍હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદમાં શરૂ કરવામાં આવશે, અને ટ્રાયલ ચાલી રહી છે. ટપાલ વિભાગના એક અધિકારીએ જણાવ્‍યું હતું કે આ સેવા સંપૂર્ણપણે ગેરંટી આપશે કે પોસ્‍ટમેન સમયસર ગંતવ્‍ય સ્‍થાને પહોંચશે. અધિકારીએ ઉમેર્યું હતું કે બંને સેવાઓ માટે ટપાલ બુક કરતી વખતે, ખાતરી આપવામાં આવશે કે સ્‍પીડ પોસ્‍ટ નિર્ધારિત સમય પહેલાં પહોંચી જશે. જો કોઈ કારણોસર ટપાલ પહોંચવામાં નિષ્‍ફળ જાય, તો રકમ પરત કરવામાં આવશે. આ સેવા OTP દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

(11:40 AM IST)