<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૫

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ 

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

તમારી બેહોશીને કારણે એક વિક્ષિપ્ત દશા ઊભી થાય છે. આ વિક્ષિપ્ત દશાને તમે સંસાર કહો છો. સંસારમાં લોકો દોડી રહ્યા છે... તેમને ખબર નથી કે કયાં જઈ રહ્યા છે, શા માટે જઈ રહ્યા છે.

બધાં દોડી રહ્યા છે માટે તેઓ પણ દોડી રહ્યા છે. બધાંને ધન જોઈએ છે તો તેમને પણ ધન જોઈએ છે. બધાંને પદ જોઈએ છે તો તમને પણ પદ જોઈએ છે. લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે.

એકબીજાનું અનુકરણ કરી રહ્યા છે. હકીકતમાં લોકો વાસ્‍તવિક નથી. પ્રામાણિક નથી. આ દોડધામને, ધાંધલ-ધમાલને માનસિક રુગ્‍ણતા કહેવી જોઈએ.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:59 AM IST)