<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રાજ્યોને વડાપ્રધાનની ટકોર: હેલ્થકેર, ટુરિઝમ અને એઆઈ જેવા ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ અને 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ આપો: 'મેડ ઇન ઈન્ડિયા'ની ગુણવત્તા પર ભાર

ચીફ સેક્રેટરીઝની કોન્ફરન્સમાં પીએમ મોદીનું સંબોધન: વૈશ્વિક સ્તરના ટુરિઝમ અને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે આયોજન કરવા આહ્વાન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય સચિવોની પરિષદમાં રાજ્યોને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હરણફાળ ભરવા અને 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વધુ સરળ બનાવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો છે. પીએમ મોદીએ ખાસ કરીને હેલ્થકેર, ટુરિઝમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જેવા ઉભરતા સર્વિસ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ઉત્પાદન વધારવું પૂરતું નથી, પરંતુ 'મેડ ઇન ઈન્ડિયા' પ્રોડક્ટ્સની ગુણવત્તા પણ શ્રેષ્ઠ હોવી જોઈએ જેથી ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકે. તેમણે રાજ્યોને કહ્યું હતું કે તેઓ ટુરિઝમ અને સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ લેવલના હબ વિકસાવવા માટે નક્કર આયોજન કરે. 

આ કોન્ફરન્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા અને જનકલ્યાણની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર ચર્ચા કરવામાં આવી હતી.

(1:08 PM IST)