ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Monday, 29th December 2025
વિશ્વભરમાં વધી રહેલો કટ્ટરવાદ અનેક સમસ્યાઓનું મૂળ: આરએસએસ વડા મોહન ભાગવતજીની લાલબત્તી
સંઘ પ્રમુખનું નિવેદન: 'એક્સટ્રીમિઝમ'ના કારણે માનવતા સામે ખતરો ઊભો થયો છે: સમગ્ર દુનિયામાં કટ્ટરવાદ (એક્સટ્રીમિઝમ)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે વિશ્વમાં વધી રહેલા કટ્ટરવાદ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દુનિયામાં કટ્ટરવાદ (એક્સટ્રીમિઝમ)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે અનેક જટિલ સમસ્યાઓ સર્જાઈ છે.
ભાગવતજીએ ભારપૂર્વક કહ્યું હતું કે કોઈપણ પ્રકારનો અતિરેક કે કટ્ટરતા સમાજ અને માનવતા માટે હાનિકારક છે. તેમણે સમાજમાં સમરસતા અને પરસ્પર સ્વીકારની ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
