News of Monday, 29th December 2025
ખાનગી સ્કુલો ઉપર FRCની લગામ : વધુ ફી નહિ લઇ શકે
FRCનો મોટો અને પારદર્શક નિર્ણય : ૫૭૮૦ ખાનગી સ્કુલોની ફી ઓનલાઇન જોવા મળશે : વેબસાઇટ ઉપર ફીનું માળખુ નિહાળો : ખાનગી શાળાઓ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહિ : વધુ ફી લેતી શાળા ઉપર અપાવશે અંકુશ

અમદાવાદ, તા.૨૯: ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ સ્કૂલો FRCએ નક્કી કરેલી ફી ને બદલે વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવે છે અને FRC દ્વારા જાહેર કરવામાં આવેલી ફી છુપાવે છે તેવી ઘણી ફરિયાદોના પગલે ખાનગી શાળાની આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ૫૭૮૦ પ્રાઇવેટ સ્કૂલની સત્તાવાર રીતે નક્કી કરવામાં આવેલી ફી જ્ય્ઘ્ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલીપ્રવિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.
વધુ પડતી ફી લેતા હોવાની વાલીઓની ફરિયાદો : અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની કુલ ૨૩૧૦ અને ગ્રામ્ય વિસ્તારની ૩૯૪ ખાનગી શાળાઓની ફી આ વેબસાઇટ પર પહેલાથી જ અપલોડ કરવામાં આવી છે. વાલીઓ હવે સ્ટાન્ડર્ડ, મીડિયમ અને જે તે રિલેટેડ બોર્ડને લાગતું ફીનું સ્ટ્રક્ચર જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ ૨૦૧૭માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવળત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.
આ રીતે જોઈ શકાશે ફી નું માળખું : નવા આદેશમાં ટર્મ ફી કે એડમિશન ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિયમો વધુ કડક બન્યા છે અને હવે જ્ય્ઘ્ દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે નવા આદેશ મુજબ નિયત ફી સિવાય એક પણ રૂપિયા વસૂલવાની મંજૂરી નથી. જેના કારણે વધારાની ફી લેવાના તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે.
અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફી સંબંધિત આદેશ મૂકવાની સૂચના આપવામાં આવી હતી છતાં અનેક જગ્યાએ તેનું પાલન થતું નહોતું. જેના કારણે વાલીઓ જાણકારીથી વંચિત રહેતા હતા અને ફી છુપાવીને સ્કૂલો વધુ ફી ઉઘરવતી હતી. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર કરવામાં આવતાં વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ શાળા નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી કરવી વધુ સરળ બનશે.(૨૩.૨૨)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
