News of Monday, 29th December 2025
દિલ્હીનો સરેરાશ AQI ૪૦૨ઃ વિઝીબીલીટી ઘટી
ગાઢ ધુમ્મસ-સ્મોગનું રાજધાની ઉપર સામ્રાજય યથાવતઃ લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબુર

નવી દિલ્હીઃ તા.૨૯ઃ રાજધાની દિલ્હી સહિત એનસીઆરના શહેરના લોકો સતત ઝેરીલી હવામાં શ્વાસ લેવા મજબુર બન્યા છે. આજે ફરી એકવાર દિલ્હી ઉપર સવારે ગાઢ સ્મોગની ચાદર છવાઇ થઇ હતી. ઉપરાંત એકયુભાઇ પણ ગંભીર શ્રેણીમાં ૪૦૨ નોંધાયો હતો. વીઝીલીબીટી ૫૦ મીટરથી શૂન્ય સુધી પહોંચી જતા વાહન ચાલકોની ખુબજ મુશ્કેલી પડી હતી. સાથે જ ખતરનાક વાયુ પ્રદુષણનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ એકયુઆઇ ગંભીર શ્રેણીમાં છે. તો બીજી તરફ ઠંડી પણ લોકોને ઠુઠવી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ આજે સવારે દિલ્હીનો સરેરાશ એકયુઆઇ ૪૦૨ નોંધાયેલ. જયારે જહાંગીરપુરીમાં ૪૬૬ એકયુઆઇ સાથે સોૈથી ખરાબ સ્થિતિ રહી હતી.જયારે ગાઝયિાબાદના લોનીમાં પણ ૪૨૭ એકયુઆઇ નોંધાયો હતો. સાથે જ નોઇડાના અનેક વિસ્તારોમાં પ્રદુષણ સૂચકાંક ૨૦૦ને પાર નોંધાયો હતો. હાલ પ્રદુષણની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના નથી. વિમાનોમાં મોડુ થવાની અથવા રદ્ થવાનું દિલ્હી એરપોર્ટ દ્વારા એકસ ઉપર જણાવાયું છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
