ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
'ના' થી 'હા' સુધીની સફર: ઓપરેશન સિંદૂર સામે પાકિસ્તાને ટેકવ્યા ઘૂંટણ : નૂરખાન એરબેઝ પર ભારતીય સેનાએ કર્યો હતો હુમલો
પહેલગામના પ્રવાસીઓની હત્યાનો એવો બદલો લીધો કે ઇસ્લામાબાદ થથરી ગયું : વિદેશ પ્રધાન ઇશાક દારે આખરે કબૂલ્યું કે ભારતીય ડ્રોન અને મિસાઇલોએ પાકિસ્તાની એરબેઝના ભુક્કા બોલાવી દીધા હતા

ઇસ્લામાબાદ : પાકિસ્તાન જે વાતને આઠ મહિનાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તેનો આખરે પર્દાફાશ થયો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક દારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે મે 2025માં ભારતીય વાયુસેનાના 'ઓપરેશન સિંદૂર' એ રાવલપિંડીના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૂરખાન એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. 7 મેના રોજ શરૂ થયેલા આ ઓપરેશનમાં ભારતે અનેક ડ્રોન અને ઘાતક મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાની સીમામાં ઘૂસીને આતંકી કેમ્પોનો સફાયો કર્યો હતો. ઇશાક દારે કબૂલાત કરી છે કે પાકિસ્તાની સંરક્ષણ પ્રણાલી અનેક ડ્રોનને તોડવામાં સફળ રહી હોવા છતાં, એક ભારતીય ડ્રોને એરબેઝના હાર્દ સમાન લશ્કરી સ્થાપનોને તબાહ કરી દીધા હતા, જેમાં અનેક સૈનિકો પણ ઘાયલ થયા હતા.
ભારતનું આ 'ઓપરેશન સિંદૂર' ૨૨ એપ્રિલે પહેલગામમાં ૨૬ પ્રવાસીઓની હત્યાનો જડબાતોડ જવાબ હતો. ભારતીય સેનાએ માત્ર આતંકી કેમ્પો જ નહીં, પરંતુ ૯-૧૦ મેની રાત્રે પાકિસ્તાનના ૧૧ મુખ્ય એરબેઝને પણ નિશાન બનાવ્યા હતા. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને તેના ૧૩૮ સૈનિકોને મરણોત્તર પુરસ્કારો આપીને પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે વાસ્તવિક જાનહાનિ ૪૦૦થી ૫૦૦ની વચ્ચે હતી. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ હુમલાનો ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે જ્યારે તેઓ પૂલમાં હતા ત્યારે જ તેમને ભારતીય બ્રહ્મોસ મિસાઇલોના પ્રહારના સમાચાર મળ્યા હતા, જેણે પાકિસ્તાની સેનાના ગર્વને ધૂળમાં મેળવી દીધો હતો.
આ કબૂલાત વૈશ્વિક સ્તરે પાકિસ્તાન માટે અત્યંત શરમજનક સાબિત થઈ રહી છે, કારણ કે અત્યાર સુધી તે 'સબ સલામત' હોવાના દાવા કરતું હતું. સેટેલાઇટ તસવીરો અને સ્થાનિક નાગરિકોના વીડિયોએ પહેલેથી જ નૂરખાન એરબેઝ પર લાગેલી આગ અને તબાહીની પુષ્ટિ કરી દીધી હતી. ભારતના આ પરાક્રમે સાબિત કરી દીધું છે કે હવે નવું ભારત આતંકવાદ સામે માત્ર કાગળ પર નહીં, પણ દુશ્મનના ઘરમાં ઘૂસીને 'શૂન્ય-સહિષ્ણુતા'ની નીતિ સાથે કાર્યવાહી કરે છે. પાકિસ્તાનનો "ના... ના..." થી "હા... હા..." સુધીનો આ પ્રવાસ ભારતીય સૈન્યની પ્રચંડ ક્ષમતા અને અત્યાધુનિક બ્રહ્મોસ જેવી મિસાઇલોની ચોકસાઈનો વિજય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
