News of Tuesday, 30th December 2025
આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ!
ઓનલાઈન બુકિંગ માટે IRCTCનો નવો આદેશ

નવી દિલ્હી,તા.૩૦: ભારતીય રેલવેએ ટિકિટ દલાલો અને નકલી સોફટવેર દ્વારા થતી ગેરકાયદેસર બુકિંગ પર લગામ કસવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી IRCTC યૂઝર્સે જો બુકિગના પહેલા જ દિવસે એટલે કે ૬૦ દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવવી હશે, તો આધાર લિક કરાવવું ફરજીયાત છે. રેલવે આ નવા નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે, જેની શરૂઆત થઈ ગઈ છે.
પ્રથમ તબક્કા અંતર્ગત સવારે ૮.૦૦ થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી આધાર લિક વગરના યૂઝર્સ ટિકિટ બુક કરાવી શક્યા નથી. જ્યારે બીજો તબક્કો પાંચમી જાન્યુઆરીથી અમલમાં આવશે, જેમાં સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી આધાર વગર બુકિગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ત્રીજો તબક્કો ૧૨ જાન્યુઆરીથી લાગુ થશે, જેમાં સવારે ૮.૦૦ થી રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી આધાર લિક વગરના યૂઝર્સ ટિકિટ બુક કરી શકશે નહીં.
આ નિયમ માત્ર રિઝર્વેશન ખુલવાના પ્રથમ દિવસે જ લાગુ પડશે. રેલવેને આ નિર્ણયના કારણે સામાન્ય નાગરિકોને ટિકિટ કન્ફર્મ કરવામાં સરળતા રહેશે. શરૂઆતના ચાર કલાક સુધી એજન્ટ ટિકિટ બુક નહીં કરાવી શકે, આ દરમિયાન યુઝર્સને પુરી તક મળશે. નોંધનીય છે કે પહેલી નવેમ્બર ૨૦૨૪થી રેલવેએ એડવાન્સ બુકિંગનો સમયગાળો ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ કરી દીધો છે.
આ ફેરફાર માત્ર ઓનલાઈન બુકિંગ પૂરતો મર્યાદિત નથી. જો તમે રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જઈને ટિકિટ લેશો, તો પણ ત્યાં આધાર સાથે લિક થયેલા મોબાઈલ નંબર પર આવેલો OTP આપવો પડશે. જો તમે અન્ય કોઈ વ્યક્તિ માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો તે વ્યક્તિના આધાર અને OTPની પણ જરૂર પડશે. આધાર લિક વગરના યુઝર્સ શરૂઆતના ચાર કલાક ટિકિટ બુક નહીં કરી શકે, તેમને પછી તક અપાશે, જોકે હાલ કોઈ વિકલ્પ અપાયો નથી.
IRCTC એકાઉન્ટને આધાર સાથે જોડવા માટે યૂઝર્સે એપ અથવા વેબસાઇટ પર લોગ-ઈન કરી 'My Profile' સેક્શનમાં જવાનું રહેશે. ત્યાં 'ર્ખ્ીફુત્રરર્્્ીીશ્વ ધ્ળ્ઘ્' વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો અપડેટ કરી શકાશે. જે યૂઝર્સનું આધાર લિક નહીં હોય, તેઓ નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા પછી જ ટિકિટ બુક કરી શકશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં મુસાફરો રેલવે હેલ્પલાઈન નંબર ૧૩૯ અથવા આધાર સંબંધી પૂછપરછ માટે ૧૯૪૭ પર સંપર્ક કરી શકે છે
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
