News of Tuesday, 30th December 2025
બંગાળમાં ‘પરિવર્તન'નો શંખનાદઃ બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપ સરકાર શપથ લેશે!
અમિત શાહની ગર્જનાઃ મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો : TMC ના ૧૫ વર્ષના શાસનને ‘કુશાસન' ગણાવ્યું: ઘૂસણખોરી અને તુષ્ટિકરણનો ખેલ હવે ખતમ

કોલકાતા, તા.૩૦: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે. કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહે મમતા બેનર્જી સરકાર પર સીધા અને આકરા પ્રહારો કરતા જાહેરાત કરી કે, આગામી ચૂંટણીમાં ભાજપ બે તળતીયાંશ બહુમતી સાથે ઐતિહાસિક વિજય મેળવી સરકાર બનાવશે. તેમણે પヘમિ બંગાળના ગૌરવશાળી વારસાને પુનર્જીવિત કરવાનું વચન આપતા કહ્યું કે, એપ્રિલ સુધીનો સમય બંગાળ માટે નિર્ણાયક છે. ભાજપના શાસનમાં બંગાળમાં વિકાસની ગંગા વહેશે અને ગરીબોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.
અમિત શાહે આ ચૂંટણીને ઘૂસણખોરી વિરુદ્ધની લડાઈ ગણાવી છે. તેમણે કહ્યું કે, ઘૂસણખોરી હવે માત્ર બંગાળ પૂરતો સીમિત વિષય નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગયો છે. મમતા સરકાર પર વોટ બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણનો આરોપ લગાવતા શાહે વચન આપ્યું કે, ભાજપ સરકાર બનતાની સાથે જ એક એવું નેશનલ ગ્રીડ તૈયાર કરવામાં આવશે જે સરહદોને સંપૂર્ણપણે સીલ કરી દેશે. જ્યારે અમે CAA લાવીએ છીએ ત્યારે વ્પ્ઘ્ વિરોધ કરે છે, જે સાબિત કરે છે કે તેમને દેશની સુરક્ષા કરતા પોતાના વોટની વધુ ચિંતા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મહિલા સુરક્ષા અને કથળતી કાયદો-વ્યવસ્થા અંગે શાહે મમતા બેનર્જીને આડે હાથ લીધા હતા. તેમણે સવાલ કર્યો કે, બંગાળમાં મહિલાઓને સાંજે ૭ વાગ્યા પછી હોસ્ટેલ ન છોડવા કેમ કહેવામાં આવે છે? આ ઉપરાંત, તેમણે આર્થિક પતનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જે બંગાળ કયારેય GDPમાં ત્રીજા ક્રમે હતું તે આજે ૨૯મા ક્રમે ધકેલાઈ ગયું છે. ભ્રષ્ટાચાર અને વસૂલીના કારણે નવા ઉદ્યોગો રાજ્યમાં આવતા ડરી રહ્યા છે. શાહે સ્પષ્ટ કર્યું કે મોદી સરકારની લોકકલ્યાણ યોજનાઓને મમતા બેનર્જી પોતાના ડરના કારણે બંગાળના ગરીબો સુધી પહોંચવા દેતી નથી.
સૌથી ભાવનાત્મક મુદ્દો ઉઠાવતા અમિત શાહે દાવો કર્યો કે, છેલ્લી ચૂંટણીથી અત્યાર સુધીમાં ભાજપના ૩૦૦ થી વધુ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે અને ૩૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેમણે મમતા બેનર્જીને પડકાર ફેંકતા કહ્યું કે, તમે ગમે તેટલી હેરાનગતિ કરો, પણ હવે જનતા તમને પાઠ ભણાવવા તૈયાર છે. વંદે ભારત ટ્રેન અને વંદે માતરમના અપમાનનો મુદ્દો ઉઠાવી તેમણે વ્પ્ઘ્ની માનસિકતાને બંધારણ વિરોધી ગણાવી હતી. હવે જોવાનું એ રહેશે કે અમિત શાહની આ ગર્જના બંગાળની જનતાના મન જીતવામાં કેટલી સફળ રહે છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
