News of Tuesday, 30th December 2025
મોદીની અનેરી લોકચાહના અને પ્રજાજનોનો તેમના ઉપર અતૂટ વિશ્વાસ આજે બની છે ‘‘મોદી બ્રાન્ડ'
૧૪ થી વધુ રાજ્યોમાં બીજેપી ની સરકાર, પાંચથી વધુ રાજ્યમાં એનડીએ ની સરકાર વિકાસ, રાષ્ટ્રવાદ અને સ્થિર સરકાર આ છે મોદીના નેરેટિવ કંટ્રોલ, વડા પ્રધાન મોદીનું વૈશ્વિક નેતૃત્વ એ જ બીજેપીની વૈશ્વિક છબી : ૨૦૨૪માં બીજેપીના ધારાસભ્ય હતા ૧૫૮૮ અને ૨૦૨૫માં છે આશરે ૧૬૫૪.... રાજ્યસભા સભ્યોની સંખ્યામાં પણ વધારો : ‘ઓપરેશન સિંદૂર' વિશ્વને બતાવ્યો ‘નવા ભારત'નો પરચો

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : વર્ષ ૨૦૨૫ પૂર્ણતા ને આરે છે અને નવા વર્ષ ૨૦૨૬ના આગમન ના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે જો આપણે વીતતું વર્ષ ૨૦૨૫ વિશ્વ ની સૌથી મોટી (સભ્ય સંખ્યા મુજબ) રાજકીય પાર્ટી, તેમજ ભારત ની સૌથી મોટી રાજકીય પાર્ટી ‘ભારતીય જનતા પાર્ટી ' માટે ૨૦૨૫નુ વર્ષ કેવું રહ્યું એ જોઈએ તો...
ભાજપ ને ૨૦૨૫નુ વર્ષ જાણે ફળ્યું હોય તેમ દેશ માં વ્યાપ વધાર્યો છે, સફળતા મેળવી છે, પડકારોનો સામનો કર્યોછે, એકદંરે આ વર્ષ માં બીજેપી એ ખાસ્સી સફળતા મેળવી છે જોકે એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા અને એમના ઉપર ના વિશ્વાસ નો સિંહફાળો રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી સતત આગળ ધપી રહી છે પરંતુ વર્ષ ૨૦૨૫ તો એમના માટે જાણે શુકનવતું રહ્યું હોય તેમ સારા પ્રદર્શન સાથે મોટી મોટી વિધાનસભાઓની ચૂંટણી જીતી દેશ ભરના રાજકીય આલમ માં દબદબો વધાર્યો છે.
હવે જો આપણે વીતતા વર્ષ દરમ્યાનની ‘‘ભારતીય જનતા પાર્ટી''ની મહત્વ ની સિદ્ધિઓ જોઈએ તો પક્ષ અને સાથી પક્ષ શાસીત રાજ્યોની સંખ્યા વધીને લગભગ ૧૬ કે તેથી વધુ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને પહોંચી છે જે પક્ષ માટે મોટી સંગઠન સંગઠનાત્મક મજબૂતી રહી છે, તેમજ વર્ષ ૨૦૨૪ની તુલનામાં ૨૦૨૫માં બીજેપી ધારાસભ્યો ની સંખ્યા ૧૫૮૮થી વધીને ૧૬૫૪ સુધી પહોંચી છે એટલે કે આ વર્ષમાં ૭૦ થી ધારાસભ્યો નો વધારો થયો જે બીજેપી માટે અત્યાર સુધી ની સૌથી વધુ સંખ્યા છે, આ ઉપરાંત રાજ્યસભામાં આ અંકમાં વધારો થયો જેના થી કાયદા પસાર કરવા માં તેમજ ઉપલા ગૃહ માં અવરોધ ઘટાડવામાં પક્ષ ને ફાયદો થઈ રહ્યો છે.
લોકસભામાં બીજેપીની ભલે એકલી બહુમતી ના હોય પરંતુ એનડીએ ગઠબંધન મજબૂત રાખીને કેન્દ્ર સરકાર સ્થિર રીતે ચલાવવી એ મહત્વ ની રાજકીય સિદ્ધિ ગણાશે, બીજેપી જૂના સાથીદારો ને જાળવી રાખ્યા તેમજ નવા અને પુનઃ સક્રીય સાથીદારો સાથે સંકલન વધાર્યું,આ ઉપરાંત આ વર્ષમાં જ ઉત્તર અને મધ્ય ભારત માં બીજેપી નો દબદબો જોવા મળ્યો, સૌથી મોટી વાત આર એસ એસ સાથે બીજેપીના સંબધો આ વર્ષમાં વધુ સુમેળ ભર્યા રહ્યા કહેવાય છે કે આંતરિક સમજૂતીને પગલે આર એસ એસના કાર્યકરો બુથ લેવલે સક્રીય જોવા મળ્યા અને ચૂંટણી તથા સામાજિક અભિયાનમાં તેમનો સહયોગ જોવા મળ્યો, સંઘે આ વર્ષ દરમ્યાન જાહેરમાં સરકારની ટીકા નહીં પરંતુ પ્રસંશા કરતા જોવા મળી એક રીતે કહીએ તો આ વર્ષમાં ભાજપ અને સંઘનો સંબધ ‘બેકબોન સપોર્ટ' જેવો રહીયો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ જંગી બહુમતીથી ચૂંટણી જીતી આશરે ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં બીજેપીની સરકાર બનાવી, આવી જ રીતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ જોરદાર જીત મેળવી ફરી નીતીશ કુમાર સાથે એટલે કે એનડીએની સરકાર બની
આ ઉપરાંત કેરળમાં તો જાણે ભાજપે ઈતિહાસ રચ્યો હોય તેમ કેરળની રાજધાની તિરુવંતપુરમ નગર નિગમ ની ચૂંટણીમાં ૧૦૦ માંથી ૫૦ બેઠક જીતી પ્રથમ વખત મેયરપદ કબ્જે કર્યું, આવી જ રીતે ગોવા જિલ્લા પંચાયતમાં બીજેપીએ ૩૧ સીટ ઉપર જીત મેળવી દબદબો જાળવી રાખ્યો આમ નગરપાલિકા,મહાનગરપાલિકા, અને સ્થાનીક ચૂંટણીમાં બીજેપી નું પ્રદર્શન અનેક વિસ્તારોમાં મજબૂત રહ્યું.
બીજેપી ની આ પ્રગતિ મા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો રોલ જોઈએ તો મોદી આજે દેશભરમાં બ્રાન્ડ છે બીજેપીનો સૌથી વિશ્વસનીય ચહેરો એટલે મોદી....ભલે રાજ્યમાં ચૂંટણી હોય મોદી ફેક્ટર જ કામ કરે છે, વિકાસ , રાષ્ટ્રવાદ, અને સ્થિર સરકાર આ ત્રણેય મુદ્દા મોદી સાથે જોડાયેલા છે એટલે કે નેરેટિવ કંટ્રોલ, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જોરદાર સંકલન, પ્રજાજનોનો વિશ્વાસ, તેમની લોકપ્રિયતાનો સિંહ ફાળો રહ્યો છે, તેમજ મજબૂત સંગઠન અને કેડર, કેન્દ્ર સરકાર ની નીતિ ઓ બીજેપી માટે જમા પાસું બની રહી છે.
એટલું જ નહિ ‘ઓપરેશન સિંદૂર' હાથ ધરી પાકિસ્તાન ઉપર બ્રામોહસ મિસાઈલ અને ડ્રોન દ્વારા તેમના આંતકવાદી કેમ્પ ઉપર હુમલા કરી ગણત્રીના કલાકોમાં પાકિસ્તાનને ઘૂંટણીયે પાડી દઈને માત્ર પાકિસ્તાનને જ નહીં સમગ્ર વિશ્વ ને ‘‘નવા ભારત '' ની તાકાત બતાવી દીધી અને મજાલ છે કે કોઈ દેશે ભારત વિરૂદ્ધ કઈ ચૂ કે ચા કરી કરી હોય.
વીતતા વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બીજેપીની ઓળખ નરેન્દ્ર મોદીના કારણે વધુ મજબૂત રહી આંતરરાષ્ટ્રીય સ્તરે બીજેપીને સીધી પાર્ટી તરીકે નહીં પણ મોદી સરકાર દ્વારા પ્રતિનિધત્વ પામતી પાર્ટી તરીકે જોવામાં આવી.
બીજી રીતે જોઈએ તો...બીજેપી આજે મોટી પાર્ટી છે તો નરેન્દ્ર મોદી ‘‘વિજય મશીન'' છે, બીજેપી જો વાહન છે તો મોદી એન્જિન....
જ્યારે વિતેલા વર્ષમાં અમિત શાહે રાજકીય માર્ગદર્શન અને પ્રભાવશાળી નેતળત્વ દ્વારા પાર્ટીને મજબૂત બનાવી, રાજ્યવાર ચૂંટણીની રણનીતિ અને તેની આંકડાકીય આયોજન કરી ભવ્ય જીત અપાવી.
વર્ષ ૨૦૨૫ માં બીજેપી ના સંગઠનમાં પણ ખાસ્સો બદલાવ જોવા મળ્યો, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે લાંબી ગતિવિધી બાદ નીતિન નાબિનની વરણી થઈ, તેમજ રાજ્ય સંગઠનના નેતાઓમાં પણ ફેરફાર જોવા મળ્યો ગુજરાત બીજેપીમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા નિયુક્ત થયા, ઝારખંડમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે આદિત્ય સાહુની નિમણૂક અને પોંડિચેરીમાં નવા પ્રદેશ પ્રમુખ તરીખે વી. પી. રામા લિંગમની પસંદગી કરવામાં આવી.
ટૂંકમાં કહીએ તો બીજેપીએ આ વર્ષમાં સંગઠન પર ફરી વધુ ભાર મૂકયો, દરેક વિધાનસભા વિસ્તારમાં બુથ કમિટીનું પુનઃ મૂલ્યાંકન કરીને ગ્રાઉન્ડ લેવલ પર પકડ વધારી, પ્રદેશ સંગઠન હોય કે હોય મોરચા કે પછી ચૂંટણી વ્યવસ્થાપનની જવાબદારીમાં યુવાનોને પ્રાધાન્ય આપ્યું, એટલું જ નહીં જુના કાર્યકરોને ફરી યાદ કરી સ્થાન આપ્યું, અનેક રાજ્યો ના એકમોમાં કર્યો ફેરફાર, જેમાં કેટલાક રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલાયા, કાર્યકારી અધ્યક્ષમાં બદલાવ થયો અને સંગઠન મંત્રી ની પણ નવી નિમણૂક થઈ.
એક જમા પાસું એવું પણ કહેવાય કે ચૂંટણી અને સંગઠન અલગ અલગ રાખવાનો પ્રયાસ થયો, ડેટા અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો જેનો બીજેપીને ખાસ્સો ફાયદો મળ્યો , અને હવે સમગ્ર બીજેપી ટીમ ૨૦૨૯ ની ચૂંટણી ની રણનીતિ ઉપર કામે લાગ્યા છે.
હવે જો આપણે વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ની સ્થિતિ અને તેની સામે વિપક્ષ ( INDIA ગઠબંધન તથા અન્ય પક્ષો)ની તુલનાત્મક સ્થિતિ સરળ, સંતુલિત અને મુદ્દાસર રીતે સમજીએ તો નેતળત્વ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી- એકમાત્ર, મજબૂત અને સ્વીકારાયેલ ચહેરો અમિત શાહ - સંગઠન ચૂંટણી સ્ટ્રેટેજી નેતળત્વમાં સ્પષ્ટતા અને નિયંત્રણ
વિપક્ષમાં કોઈ સર્વમાન્ય વડાપ્રધાન ચહેરો નથી ᅠઅનેક નેતાઓ, પરંતુ એકસૂત્રતા અભાવ નેતળત્વ મુદ્દે આંતરિક ખેંચતાણ
સંગઠન શક્તિ ભારતીય જનતા પાર્ટી બુથ લેવલ સુધી મજબૂત નેટવર્ક આર એસ એસ..બીજેપી સમન્વય યથાવત ૨૦૨૫માં સંગઠનાત્મક પુનર્રચના
વિપક્ષુ સંગઠન મોટેભાગે રાજ્ય-કેન્દ્રિત રાષ્ટ્રીય સ્તરે નબળું સંકલન કાર્યકર્તા સ્તરે ઉર્જાનો અભાવ
નેરેટિવ વિપક્ષ થોડાં રાજ્યોમાં સત્તા રાજ્યો વચ્ચે સહયોગ નો અભાવ
રાજકીય નેરેટિવ ભારતીય જનતા પાર્ટી ‘વિકસિત ભારત', ‘આત્મનિર્ભરતા', ‘મજબૂત ભારત' રાષ્ટ્રવાદ + વિકાસનું સંયોજન વિપક્ષ મુખ્યત્વે બીજેપી/ મોદી વિરોધી નેરેટિવ સકારાત્મક એજન્ડા ની અછત
ચૂંટણી તૈયારી (૨૦૨૫) ભારતીય જનતા પાર્ટી લાંબા ગાળાની યોજના ડેટા કેમ્પેનીંગ સમયસર ઉમેદવાર અને વ્યૂહરચના વિપક્ષ પ્રતિક્રિયાત્મક રાજકારણ છેલ્લી ઘડીએ ગઠબંધન/સમજૂતી
જન આધાર અને લોકપ્રિયતા ભારતીય જનતા પાર્ટી મોદીનું વ્યક્તિગત જનસમર્થન યથાવત લાભાર્થી વર્ગ (યોજનાઓ) સાથે સીધો સંપર્ક વિપક્ષ ચોક્કસ વર્ગોમાં આધાર રાષ્ટ્રીય સ્તરે એકરૂપ લોકપ્રિયતા નથી
સંસદમાં સ્થિતિ ભારતીય જનતા પાર્ટી લોકસભામાં સૌથી મોટો પક્ષ એનડીએ ગઠબંધન સાથે મજબૂત સ્થિતિ વિપક્ષ સંખ્યાબળ વધ્યું છે, પરંતુ એકતા ટકાઉ નથી મોટાભાગના મુદ્દાઓ પર એકમત મુશ્કેલ
આંતરિક એકતા ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કેડર આંતરિક મતભેદ જાહેરમાં ઓછા વિપક્ષ આંતરિક મતભેદ ખુલ્લા નેતાઓ વચ્ચે વિશ્વાસની કમી આંતરરાષ્ટ્રીય છબી ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી વૈશ્વિક સ્તરે મોદીનું નેતળત્વ માન્ય ભારતની વધતી ભૂમિકા જેની સામે વિપક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર મર્યાદિત ભવિષ્યની દિશા (૨૦૨૬-૨૭ તરફ) ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ રોડમૅપ છે, તેમજ સંગઠન + સરકાર+ વિચારધારા એક દિશામાં ચાલી રહી છે. વિપક્ષ હજુ પણ ‘‘એકતા vs અસ્તિત્વ''ની લડાઈ લડે છે
આમ વર્ષ ૨૦૨૫માં બીજેપી અને એનડીએ ગઠબંધનની સામે વિપક્ષ અને ઈન્ડિયા ગઠબંધન નબળું રહ્યા નું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. એકંદરે ૨૦૨૫નુ વર્ષ બીજેપી માટે સત્તા અને સંગઠન એમ બંને માટે સફળ રહ્યાનુ જણાય છે, એટલું જ નહીં વિપક્ષની તુલના માં પણ બીજેપીનું પલ્લુ ભારે જણાય છે.(૪૧.૫)
વિશ્વનો સૌથી મોટો રાજકીય
પક્ષ ‘ભારતીય જનતા પાર્ટી ' માટે વર્ષ ૨૦૨૫ કેવું રહ્યું.....??
સત્તા અને સંગઠન ની દ્રષ્ટિએ એકદંરે સફળ રહ્યું વર્ષ... પડકારો ઝીલી કરી પ્રગતિ : આરએસએસ સાથેનો સંબંધ ‘બેકબોન સપોર્ટ' જેવો રહ્યો,ઉત્તર, મધ્ય અને પヘમિ ભારતમાં બીજેપી નો દબદબો : પૂર્વ ભારતમાં મોટો બેક થ્રૂ, ઉત્તર, પૂર્વમાં સૌથી વધુ વિસ્તરણ કરનાર પાર્ટી, દક્ષિણમાં હજુ સંઘર્ષ પરંતુ ધીમે ધીમે પ્રવેશ, ચૂંટણીઓમાં મેળવી મોટી જીત : ૨૭ વર્ષ બાદ દિલ્હી વિધાનસભામાં ઐતિહાસિક જીત બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી : ઓડિશા અને છતીસગઢમાં સત્તા જાળવી : કેરળમાં ભાજપે રચ્યો ઇતિહાસ : ગોવા જિલ્લા પંચાયતમાં બીજેપીનો દબદબો : સ્થાનિક અને મહાનગરપાલિકા સ્તરે મજબૂત પ્રદર્શન : બીજેપીને મળ્યા નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નાબિન : ગુજરાત બીજેપીને મળ્યા નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા : ગુજરાતને મળી નવી સંગઠન ટીમ : વર્ષ ૨૦૨૮ દરમ્યાન બીજેપી સામે વિપક્ષની તુલના કરીએ તો... નેતૃત્વ... સંગઠન.... નેરેટિવ... એકતા.. ચૂંટણીની તૈયારી... દરેક મોરચે મેદાન મારતી બીજેપી
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
