<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

સરકારી કર્મચારીઓ માટે ૨૦૨૬નું વર્ષ લાવશે પગારનો મોટો ઉછાળો: ૮મા પગાર પંચમાં કોની લોટરી લાગશે? જાણો નવું ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગાર

૭મા પગાર પંચની મુદ્દત ૩૧ ડિસેમ્બરે પૂર્ણ; ૧ જાન્યુઆરીથી નવા પગાર ધોરણો લાગુ થવાની આશા, ઉચ્ચ અધિકારીઓના પગારમાં લાખોનો વધારો થવાની શક્યતા

નવી દિલ્હી : નવું વર્ષ ૨૦૨૬ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીની ભેટ લઈને આવી રહ્યું છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ૮મું પગાર પંચ (8th Pay Commission) અમલમાં આવવાની પ્રબળ શક્યતા છે. વર્તમાન ૭મા પગાર પંચની મુદ્દત ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહી છે, ત્યારે હવે કર્મચારીઓની નજર નવા ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગાર વધારા પર ટકેલી છે. નિષ્ણાતોના મતે, સરકાર જટિલ ગણતરીઓને પહોંચી વળવા માટે આ વખતે સમય કરતા વહેલી જાહેરાત કરી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર: પગાર નક્કી કરવાનું મુખ્ય એન્જિન

પગાર પંચમાં સૌથી મહત્વની બાબત ‘ફિટમેન્ટ ફેક્ટર’ છે, જે નક્કી કરે છે કે કર્મચારીનો મૂળ પગાર (Basic Pay) કેટલો વધશે. ૭મા પગાર પંચમાં આ ફેક્ટર ૨.૫૭ હતું. ૮મા પગાર પંચમાં ફુગાવો અને અન્ય આર્થિક પાસાઓને ધ્યાનમાં રાખીને નવા ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવશે. આ ગુણકને આધારે જ દરેક સ્તરના કર્મચારીઓના પગારની ગણતરી થશે.

કોને મળશે સૌથી વધુ ફાયદો?

૮મા પગાર પંચના અમલીકરણ પછી સૌથી મોટો પગાર વધારો સ્તર ૧૮ (Level 18) પર કામ કરતા ઉચ્ચ અધિકારીઓ, જેમ કે કેબિનેટ સચિવોને મળશે. જો ફિટમેન્ટ ફેક્ટર ૨.૧૫ ના સ્તરે રાખવામાં આવે, તો ઉચ્ચતમ સ્તરના અધિકારીઓનો પગાર અત્યારના ૨.૫૦ લાખથી વધીને સીધો ૫.૩૭ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

સંભવિત પગાર વધારાનું ગણિત (ફિટમેન્ટ ફેક્ટર ૨.૧૫ મુજબ):

ક્યારે થશે સત્તાવાર જાહેરાત?

જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે રીતે ૨૦૨૬ની શરૂઆત થઈ રહી છે, તેને જોતા કર્મચારી યુનિયનો આશાવાદી છે. દિલ્હી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓના મતે, એરિયરની ગણતરીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ ૮મા પગાર પંચના સભ્યો અને જોગવાઈઓની જાહેરાત કરી શકે છે.

(6:58 PM IST)