News of Tuesday, 30th December 2025
દુનિયાના ૧૦૦ સૌથી સુંદર ચહેરાઓમાં ભારતીય સુંદરીઓનો દબદબો: K-પોપ સ્ટાર ‘રોઝ’ બની વિશ્વની સૌથી સુંદર મહિલા
TC Candler ની ૨૦૨૫ની યાદીમાં અમેરિકન અભિનેત્રી સિડની સ્વીની બીજા ક્રમે; ભારતની દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સહિત ૩ મહિલાઓએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં અમેરિકન સંસ્થા 'TC Candler' દ્વારા વિશ્વના ૧૦૦ સૌથી સુંદર ચહેરાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે દક્ષિણ કોરિયાના વિખ્યાત K-પોપ ગ્રુપ 'બ્લેકપિંક' ની ગાયિકા રોઝ એ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવીને 'સૌથી સુંદર ચહેરો' હોવાનું બહુમાન મેળવ્યું છે. રોઝે ગત વર્ષની સરખામણીએ મોટી છલાંગ લગાવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
યાદીમાં કોણ છે આગળ?: આ યાદીમાં અમેરિકન અભિનેત્રી સિડની સ્વીની બીજા ક્રમે રહી છે, જ્યારે થાઈલેન્ડની ગાયિકા ફારિતા ત્રીજા સ્થાને રહી છે. TC Candler મુજબ, આ યાદી તૈયાર કરવા માટે ૧ લાખથી વધુ સેલિબ્રિટીઓમાંથી માત્ર ૧૦૦ ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે. આ પસંદગીમાં માત્ર શારીરિક સુંદરતા જ નહીં, પરંતુ શિષ્ટાચાર, લાવણ્ય, મૌલિકતા અને જુસ્સા જેવા માપદંડોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
ભારત માટે ગર્વની વાત એ છે કે આ વૈશ્વિક યાદીમાં ૩ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણ અને ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા એ ફરી એકવાર પોતાની સુંદરતા અને પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. આ ઉપરાંત, સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને નિર્માતા લક્ષ્મી મંચુ એ પણ આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
માત્ર રોઝ જ નહીં, પરંતુ 'બ્લેકપિંક' ગ્રુપની અન્ય સભ્યોએ પણ આ યાદીમાં મજબૂત પકડ જાળવી રાખી છે. જીસુ ૧૧મા ક્રમે, લિસા ૨૨મા ક્રમે અને જેની ૪૬મા ક્રમે રહી છે. આ યાદીમાં હોલીવુડની જાણીતી અભિનેત્રી માર્ગો રોબી (Margot Robbie) ૮૩મા ક્રમે રહી છે. પુરુષોની યાદીમાં સિંગાપોરના અભિનેતા આયડન સીએનજીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે હેનરી કેવિલ ચોથા ક્રમે રહ્યા છે
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
