News of Wednesday, 31st December 2025
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના: સુરંગમાં ૨ ટ્રોલી ટ્રેનો વચ્ચે ટક્કર, ૧૦૦ થી વધુ ઇજાગ્રસ્ત, ૫ ગંભીર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નિર્માણાધીન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સુરંગમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે.
વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રો પ્રોજેક્ટની સુરંગ, ચમોલી ખાતે કર્મચારીઓને લઈ જતી બે ટ્રોલીઓ (લોખંડના પાટા પર ચાલતી ટ્રેન) વચ્ચે જોરદાર ટક્કર થઈ.
ટ્રોલીમાં સવાર ૧૧૦ માંથી ૧૦૦ થી વધુ એન્જિનિયરો અને શ્રમિકો ઘાયલ થયા છે.
માલવાહક ટ્રોલીની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.
ઘાયલોને ગોપેશ્વર અને પીપલકોટીની હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં ૫ લોકોની હાલત ગંભીર છે.
અધિકારીઓએ તેને 'ગંભીર બેદરકારી' ગણાવી તપાસના આદેશ આપ્યા છે.
મોટાભાગના શ્રમિકો બિહાર, ઓડિશા અને ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
