<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક: ડ્રોન હુમલા વધતા પુતિને રિઝર્વ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન જોવા મળતા સુરક્ષા વધારવામાં આવી છે. દેશના મહત્વના સ્થળોની સુરક્ષા માટે રિઝર્વ સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે.

 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે રશિયાની આંતરિક સુરક્ષા પર જોખમ વધ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત સુરક્ષિત ગણાતા 'વાલ્ડાઈ' નિવાસસ્થાનની નજીક તાજેતરમાં ડ્રોન પ્રવૃત્તિઓ જોવા મળી હતી. આ ઘટના બાદ ક્રેમલિન દ્વારા તાત્કાલિક ધોરણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

રાષ્ટ્રપતિ પુતિને એક વિશેષ આદેશ જારી કરીને દેશભરના મુખ્ય વ્યૂહાત્મક સ્થળો, ઉર્જા મથકો અને નાગરિક સુવિધાઓના રક્ષણ માટે રિઝર્વ સૈનિકો (અનામત દળો) ને ફરીથી ફરજ પર બોલાવ્યા છે. યુક્રેન દ્વારા રશિયાની સીમાની અંદર વધી રહેલા ડ્રોન હુમલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ નિર્ણય યુદ્ધની ગંભીરતા અને રશિયાની ચિંતા બંને દર્શાવે છે.

 

(9:35 AM IST)