News of Wednesday, 31st December 2025
પાન કાર્ડ ધારકો માટે આજે છેલ્લી તક: આધાર સાથે લિંક નહીં હોય તો કાર્ડ નિષ્ક્રિય થઈ જશે

મુંબઈ: જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો આજે ૩૧ ડિસેમ્બરની સાંજ સુધીમાં કરાવી લેજો, નહીં તો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ ધારકો માટે મહત્વની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ મુદત આજે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થઈ રહી છે.
જો કોઈ કરદાતા આજે સાંજ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો આવતીકાલથી તેમનું પાન કાર્ડ 'નિષ્ક્રિય' (Ofcourse) બની જશે.
પાન કાર્ડ નિષ્ક્રિય થવાના કારણે બેંકિંગ વ્યવહારો, ટેક્સ રિટર્ન ભરવા અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જેવા નાણાકીય કાર્યો અટકી શકે છે. નિષ્ણાતોના મતે, છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે ઓનલાઇન પોર્ટલ પર જઈને તાત્કાલિક લિંકિંગ સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
