News of Wednesday, 31st December 2025
આફ્રિકન દેશોનો અમેરિકા સામે પલટવાર: માલી અને બુર્કિના ફાસોમાં અમેરિકન નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા આફ્રિકન દેશો પર મુકાયેલા પ્રતિબંધના જવાબમાં માલી અને બુર્કિના ફાસોએ પણ અમેરિકન નાગરિકોને તેમના દેશમાં પ્રવેશવા પર રોક લગાવી દીધી છે.
આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં 'જેવા સાથે તેવા' જેવો ઘાટ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં કેટલાક આફ્રિકન દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં હવે આફ્રિકન દેશો માલી અને બુર્કિના ફાસોએ આક્રમક વલણ અપનાવ્યું છે.
બંને દેશોની સરકારોએ સત્તાવાર જાહેરાત કરી છે કે હવેથી અમેરિકન નાગરિકોને તેમના દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. પશ્ચિમ આફ્રિકાના આ દેશો દ્વારા લેવાયેલું આ પગલું અમેરિકાની વિદેશ નીતિ સામે સીધો પડકાર માનવામાં આવે છે. આ નિર્ણયથી ત્યાં કામ કરતા અથવા પ્રવાસ કરવા ઇચ્છતા અમેરિકનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
