<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની

ભારતે જાપાનને પછાડ્‍યું: વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે

 

 

નવી દિલ્‍હી તા.૩૧: આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્‍યા છે. જેમાં ભારત વર્ષ ૨૦૨૫ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્‍યવસ્‍થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્‍યું છે. ભારતનું અર્થતંત્ર ૪.૧૮ ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા છે. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે.

વર્ષ ૨૦૨૫માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્‍યું છે કે, ૪.૧૮ ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૭.૩ ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્‍થાને પહોંચશે.

વિશ્વની ૫ સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થાઓ પર નજર કરીએ તો (૧)અમેરિકા, (૨)ચીન (૩)જર્મની(૪) ભારત અને જાપાન પાંચમા સ્‍થાને છે. તેમજ જણાવવામાં આવ્‍યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્‍વાર્ટરના ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિヘતિતાઓ વચ્‍ચે ભારતની સ્‍થિતિસ્‍થાપકતાને પ્રતિબિબિત કરે છે.

સરકારે જણાવ્‍યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્‍ય અર્થવ્‍યવસ્‍થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં તેની સ્‍વતંત્રતાના શતાબ્‍દી વર્ષ સુધીમાં ઉચ્‍ચ મધ્‍યમ આવકનો દરજ્‍જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે. (૩૮.૧૦)

(9:52 AM IST)