News of Wednesday, 31st December 2025
CBSEએ બોર્ડ પરીક્ષાના અમુક પેપરની તારીખ બદલી
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સીબીએસઈની નવી ડેટશીટ અનુસાર, ૩ માર્ચે યોજાનારી પરીક્ષા ૧૧ માર્ચ અને ૧૦ એપ્રિલે યોજાશે

નવી દિલ્હી તા.૩૧: જો તમે પણ સીબીએસઈની ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદે ડેટશીટમાં અમુક ફેરફાર કર્યા છે. બોર્ડ તરફથી મળતી જાણકારી અનુસાર, ૩ માર્ચના રોજ યોજાનારી પરીક્ષાની તારીખને આગળ લંબાવી છે.
સીબીએસઈની નવી ડેટશીટ અનુસાર, ૩ માર્ચે યોજાનારી પરીક્ષા ૧૧ માર્ચ અને ૧૦ એપ્રિલે યોજાશે. સીબીએસઈએ વેબસાઈટ પર નવી ડેટશીટ જાહેર કરી દીધી છે. આ નવી ડેટશીટ અનુસાર, ધોરણ ૧૦ની ૩ માર્ચની પરીક્ષા ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ લેવાશે. તો વળી ૧૨માં ધોરણની ૩ માર્ચવાળી પરીક્ષા ૧૦ એપ્રિલના રોજ લેવાશે.
બોર્ડે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ વિષય ઉપરાંત બાકીના તમામ પેપર પહેલાથી નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર જ લેવાશે.
સીબીએસઈએ તમામ સંબદ્ધ સ્કૂલોને અપીલ કરી છે કે આ ફેરફારની જાણકારી સમય રહેતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી પહોંચાડવામાં આવે. બોર્ડે આશ્વાસન આપ્યું છે કે સંશોધિત ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેમાં નવી પરીક્ષાની તારીખનું સમગ્ર વિવરણ હશે. એટલું જ નહીં બદલાયેલી તારીખ છાત્રાના એડમિટ કાર્ડમાં પણ અપડેટ કરવામાં આવશે.(૩૮.૭)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
