<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કંપનીઓ ૩૧ જાન્‍યુ. સુધી રિટર્ન ફાઇલ કરી શકશે

કંપની સેક્રેટરીઓને રાહત થઈઃ કંપનીઓને વાર્ષિક રિટર્ન ફાઈલ કરી દેવા માટે વધારાના ૩૧ દિવસ આપવામાં આવ્‍યા

 

મુંબઈ,તા.૩૧: કંપનીઆ માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૧મી ડિસેમ્‍બરથી ફરી એકવાર લંબાવીને ૩૧મી જાન્‍યુઆરી ૨૦૨૬ કરી આપવામાં આવી છે. કંપનીઓએ વાર્ષિક સામાન્‍ય સભા પૂરી થઈ ગયા પછી રજિસ્‍ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક રિટરનનું ફોર્મ એમજીટી-૭ ભરી દેવાનું હોય છે. તેમ જ કંપનીના ફાઈનાન્‍શિયલ સ્‍ટેટમેન્‍ટને લગતા ફોર્મ એઓ-સી૪ ભરી આપલાની રહે છે.વાર્ષિક સામાન્‍ય સભા થયાના ૯૦ દિવસમાં એમજીટી-૭ અને ૩૦ દિવસમાં એઓસી-૪ ભરી દેવાના હોય છે.

સામાન્‍ય રીતે કંપનીઓની વાર્ષિક સામાન્‍ય સભા પૂરી થયાના ૯૦ દિવનસમાં એમજીટી-૭ અને ૩૦ દિવસમાં એ.ઓ.સી. ફોર ભરી લેવાનો સમય આપવામાં આવે છે. પંરંતુ કોર્ટપોરેટ અફેર્સને કંપની સેક્રેટરીઓ અને કંપનીઓ તરફતી ફરિયાદ મળી છે કે ઓનલાઈન ફોર્મ બરાભર ભરાતા નથી. અત્‍યાર સુધી તેમણે ફોર્મ ભરવાના પ્રયાસક કર્યા ત્‍યારે ખાસ્‍સો વધારે સમય લાગતો હોવાથી તેમના સેસન્‍શ આઉટ થઈ જવાની સમસ્‍યાઓ ઊભીથતી હતી. તેમ જ તેમના સેશનમાં એરર પણ આવી જાય છે. રજિસ્‍ટ્રાર ઓફ કંપનીઝનું પોર્ટલ બરાબર ચાલતું નથી. આ અંગ કંપની સેક્રેટરીઓના એસોસિયેશનોએ રજૂઆત પણ કરી હતી.

કંપનીઓને પહેલું એક્‍સટેન્‍શન ૧૬મી ઓક્‍ટોબરથી લંબાવીને ૩૧મી ડિસેમ્‍બર કરી આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ હવે ૩૧મી જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીનું એક્‍સટેન્‍શન આપી દેવામાં આવ્‍યું છે. (૪૦.૧૫)

(10:26 AM IST)