<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

૨૦૨૬માં શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધઃ ક્‍લાઇમેટ ચેન્‍જ વિનાશક સ્‍વરૂપ ધારણ કરશે

નવા વર્ષ માટે બાબા વાંગાએ કરી ચોંકાવનારી આગાહી : ચીન જેવો એશિયાઈ દેશ એક શક્‍તિશાળી વૈશ્વિક તાકાત તરીકે ઉભરી આવશે

 

નવી દિલ્‍હી,તા.૩૧: બાલ્‍કન સ્‍ટ્રેડેમસ તરીકે ઓળખાતા બલ્‍ગેરિયન ભવિષ્‍યવક્‍તા બાબા વાંગાની આગાહી જગવિખ્‍યાત છે. બાબા વાંગાની ભવિષ્‍યવાણી પર ઘણા લોકો અતૂટ વિશ્વાસ ધરાવે છે, કેટલાક લોકો તેને માત્ર સંયોગ માને છે. જોકે, હાલની વૈશ્વિક પરિસ્‍થિતિને જોતા તેમની આ આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલ, વર્ષ ૨૦૨૬ને લઈને તેમને કરેલી આગાહીઓએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે.

બાબા વાંગાની આગાહી મુજબ, વિશ્વના પૂર્વ ભાગમાં ચાલી રહેલો તણાવ એક મોટા યુદ્ધ સર્જી શકે છે. આ યુદ્ધની અસર માત્ર એશિયા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની જ્‍વાળાઓ પヘમિી દેશો સુધી પણ પહોંચી શકે છે. જેનાથી ભારે જાન-માલનું નુકસાન થઈ શકે છે. આ સંઘર્ષ વૈશ્વિક સત્તાના સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખશે. બાબા વાંગાએ રશિયાને લઈને મોટી વાત કહી છે. બાબા વાંગાના મતે, રશિયામાં એક નવો અને અત્‍યંત પ્રભાવશાળી નેતા ઉભરી આવશે. આ નેતા વૈશ્વિક અશાંતિ અને યુદ્ધની પરિસ્‍થિતિ વચ્‍ચે પણ પોતાનું વર્ચસ્‍વ જમાવશે અને વિશ્વના રાજકારણને પ્રભાવિત કરશે.

વર્ષ ૨૦૨૬માં ક્‍લાઇમેટ ચેન્‍જ વિનાશક સ્‍વરૂપ ધારણ કરી શકે છે. બાબા વાંગાએ પર્યાવરણીય કટોકટી, વિનાશક પૂર, ભૂકંપ અને ભયંકર દુષ્‍કાળ જેવા સંકેતો આપ્‍યા છે. આ કુદરતી હોનારતો વિશ્વના ઘણા ભાગોમાં અર્થતંત્રને ખોરવી નાખશે. હાલના ખ્‍ત્‍ના યુગને લઈને બાબા વાંગાએ પણ આઘાહી કરી છે. ટેક્રોલોજી ક્ષેત્રે એક ભયાનક ચેતવણી આપતા બાબા વાંગાએ જણાવ્‍યું છે કે, AI ની શક્‍તિ એટલી હદે વધી જશે કે તે માનવીય અંકુશની બહાર જઈ શકે છે. મશીનો અને પ્રોગ્રામ્‍સ માનવીની મદદ વગર પોતાના નિર્ણયો લેતા થઈ જશે, જે રોજિદા જીવન અને ઉદ્યોગો માટે એક મોટો પડકાર બની રહેશે.

બાબા વાંગાની આગાહી મુજબ, ૨૦૨૬માં ચીન જેવો એશિયાઈ દેશ એક શક્‍તિશાળી વૈશ્વિક તાકાત તરીકે ઉભરી આવશે. ચીનનો પ્રભાવ વધવાની સાથે જ આ ક્ષેત્રમાં તાઇવાન અને દક્ષિણ ચીન સાગર જેવા વિસ્‍તારોમાં સંઘર્ષ અને પડકારોની સ્‍થિતિ પણ વધુ ઘેરી બનશે. ઉલ્‍લેખનીય છે કે, બાબા વાંગા દ્વારા ૯/૧૧ના હુમલા અને બરાક ઓબામાની જીતને લઈને કરવામાં આવેલી આગાહી સાચી પડી હતી. જેથી બાબા વાંગા દ્વારા આગામી વર્ષને લઈને કરવામાં આવેલી આગાહીને લોકો ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છે.(૪૦.૪)

(10:33 AM IST)