<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉમટ્યા: ગુલમર્ગ સહિતના પહાડી વિસ્તારો આકર્ષણનું કેન્દ્ર

નવા વર્ષ પહેલા પ્રવાસીઓની ભીડ ઉમટતા હવે પ્રવાસન ક્ષેત્ર સારા સંકેત : બરફવર્ષા અને ઠંડીને માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ પહોંચ્યા

નવા વર્ષની ઉજવણી માટે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ ઉમટ્યા છે. પહલગામ હાલ પ્રવાસીઓના થનગનાટથી ગુંજી ઉઠ્યું છે. બરફવર્ષા અને ઠંડીને માણવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુલમર્ગ સહિતના પહાડી વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

  પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસને ફટકો પડ્યો હતો અને માહોલ ગમગીન હતો પરંતુ નવા વર્ષ પહેલા પ્રવાસીઓની ભીડ ઉમટતા હવે પ્રવાસન ક્ષેત્ર સારા સંકેત મળી રહ્યા છે. પહલગામનો નજારો જોઈને પ્રવાસીઓએ કંઈક આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

 

(11:20 AM IST)