<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સૂર્યા મને ખૂબ મેસેજ કરતો, પણ અમારો સંબંધ લાંબો સમય ટક્‍યો નહી

અભિનેત્રી ખુશી મુખરજીનો દાવો

નવી દિલ્‍હીઃ બોલિવૂડની એક અભિનેત્રીએ ભારતના ટી૨૦ ટીમના કેપ્‍ટન સૂર્યકુમાર યાદવ વિશે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે ભારતીય બેટ્‍સમેન તેને વારંવાર મેસેજ કરતો હતો.  ભારતના ટી૨૦ ટીમના કેપ્‍ટન સૂર્યકુમાર યાદવની છબી એક દમ સાફ છે. તે કોઈપણ વિવાદમાં ફસાયો નથી. તે મેદાન પર શાંત રહે છે, અને જો કોઈ વિવાદ થાય છે, તો તે શાંતિથી તેનો ઉકેલ લાવે છે. જોકે એક બોલીવુડ અભિનેત્રીએ સૂર્યકુમાર વિશે એક એવો દાવો કર્યો છે જેણે બધાને ચોકાવી દીધા છે. આ અભિનેત્રીનું નામ ખુશી મુખર્જી છે.

ખુશી તાજેતરમાં એક ટીવીના સ્‍પ્‍લિટ્‍સવિલામાં દેખાઈ હતી. તેણે કહ્યું કે સૂર્યકુમાર તેને ખૂબ મેસેજ કરતો હતો. તેણીએ ઉમેર્યું કે તેમનો સંબંધ લાંબો સમય ટક્‍યો નહીં. સૂર્યકુમાર હાલમાં પરિણીત છે અને તેની પત્‍નીનું નામ દેવીશા છે. બંનેએ લાંબા સમય સુધી ડેટિગ કર્યા પછી લગ્ન કર્યા હતા.

તાજેતરમાં એક કાર્યક્રમમાં ખુશીને પૂછવામાં આવ્‍યું કે શું તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગે છે, અને તેણે સીધો જવાબ આપ્‍યો, હું કોઈ ક્રિકેટરને ડેટ કરવા માંગતી નથી. ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્‍યા છે. સૂર્યકુમાર મને ખૂબ મેસેજ કરતો હતો. હવે અમે વધારે વાત કરતા નથી. હું તેની સાથે મારુ નામ જોડવા પણ નથી માંગતી. મને કોઈ લિક-અપ અફવાઓ ગમતી નથી.

(2:30 PM IST)