<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

વોડાફોન - આઇડિયા રાહત પેકેજને મંજુરી

કેન્‍દ્રિય કેબિનેટની મંજુરી : AGRને પાંચ વર્ષ માટે ટાળ્‍યું : દેવું ૮૭૬૯૫ કરોડ છે

નવી દિલ્‍હી, તા.૩૧: કેન્‍દ્ર સરકારે વોડાફોન આઈડિયાને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, કેન્‍દ્રીય કેબિનેટે કંપનીના AGR લેણાં સંબંધિત રાહત પેકેજને મંજૂરી આપી છે. આ અંતર્ગત, વોડાફોન આઈડિયાના AGR લેણાંની ચુકવણી પાંચ વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. કેબિનેટ આજે બપોરે ૩ વાગ્‍યા પછી આ જાહેરાત કરશે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, સરકારે AGR લેણાં પર વ્‍યાજ, દંડ અને દંડ પરના વ્‍યાજને આંશિક રીતે માફ કરવા માટે પણ સંમતિ આપી છે. બ્રોકરેજ ફર્મ CLSA એ અગાઉ કહ્યું હતું કે Q2FY26 સુધીમાં વોડાફોન આઈડિયાના કુલ AGR લેણાં લગભગ ૭૮૦ અબજ રૂપિયા (લગભગ $૮.૭ અબજ) હતા

CLSA મુજબ, જો વ્‍યાજ અને દંડમાં રાહત આપવામાં આવે તો કંપનીને ઼૮ બિલિયન સુધીની નોંધપાત્ર રાહત મળી શકે છે. સરકારના આ નિર્ણયથી વોડાફોન આઈડિયાને તેની નાણાકીય સ્‍થિતિ સુધારવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.(૨૩.૨૬)

(3:02 PM IST)