News of Wednesday, 31st December 2025
પૂ.પારસમુનિ મ.સા.ની ‘‘અકિલા''માં પાવન પધરામણીઃ આર્શીવચન

રાજકોટઃ સદગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.એ આજે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે પાવન પધરામણી કરી વિવિધ મુદે ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા તથા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે વાતચીત કરી હતી. તેમણે સમાજમાં જાગૃતતા અંગે ભાર મૂકયો હતો. પૂ.શ્રીએ ‘‘અકિલા'' ખાતે પગલા દરમ્યાન વિવિધ વિભાગોની મુલાકાત લઇ ‘‘અકિલા''ની કાર્યપધ્ધતિ અને લોકચાહનાને બિરદાવી હતી. ઉપરોકત તસ્વીરોમાં પૂ.પારસમુનિ મ.સા.ની વિવિધ લાક્ષણીક મુદ્રાઓ તથા કિરીટભાઇ તથા અજીતભાઇને આર્શીવાદ આપતા દર્શાય છે. નીચેની તસ્વીરોમાં ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા સાથે પત્રકારો અશ્વિનભાઇ છત્રાળા તથા ધ્રુમીલ પારેખ, જૈન અગ્રણી અને પંચનાથ હોસ્પીટલના ટ્રસ્ટી મયુરભાઇ શાહ અને સદર સ્થા.જૈન સંઘના પ્રમુખ કિશોરભાઇ દોશી દર્શાય છે. અંતિમ તસ્વીરમાં ‘‘અકિલા''ના મશીનરૂમ ખાતે પ્રિન્ટીંગ મશીન નિહાળતા પૂ.પારસમુની મ.સા., શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી અજીતભાઇ ગણાત્રા દર્શાય છે. આ પ્રિન્ટીંગ મશીન રાજકોટમાં જ નિર્મિત થયાનું જાણી પૂ.શ્રીએ ‘‘અકિલા''ની સ્વદેશી ભાવનાની પ્રશંસા કરી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
