News of Thursday, 1st January 2026
વર્ષ ૨૦૩૮ સુધીમાં ભારત અમેરિકાને પછાડી વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે: ઈવાયનો અહેવાલ
ભારતનો આર્થિક વિકાસ દર આગામી દાયકાઓમાં સતત મજબૂત રહેશે.

નવી દિલ્હી : આર્થિક ક્ષેત્રે ભારત માટે ખૂબ જ પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે. જાણીતી સંસ્થા ઈવાય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૩૮ સુધીમાં ભારત પર્ચેઝિંગ પાવર પેરિટી (પીપીપી) ના સંદર્ભમાં અમેરિકાને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ અહેવાલ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ દર આગામી દાયકાઓમાં સતત મજબૂત રહેશે. જીએસટી, યુપીઆઈ અને પીએલઆઈ જેવી યોજનાઓએ ભારતની સ્પર્ધાત્મકતા વધારી છે, જે તેને ૨૦૩૮ સુધીમાં ૩૪.૨ ટ્રિલિયન ડોલરના જીડીપી સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
