News of Thursday, 1st January 2026
અદાણી ગ્રીન એનર્જીની મોટી સિદ્ધિ: કચ્છના ખાવડા પ્લાન્ટ સાથે રિન્યુએબલ ક્ષમતા ૧૭.૨ ગીગાવોટને પાર
કંપનીએ ખાવડા ખાતે ૩૦૭.૪ મેગાવોટની વધારાની ક્ષમતા કાર્યરત કરી

મુંબઈ : ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. ગુજરાતના કચ્છમાં આવેલા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે નવા પ્લાન્ટના સફળ સંચાલન સાથે કંપનીની કુલ કાર્યકારી રિન્યુએબલ ક્ષમતા હવે ૧૭.૨ ગીગાવોટને વટાવી ગઈ છે. કંપનીએ ખાવડા ખાતે ૩૦૭.૪ મેગાવોટની વધારાની ક્ષમતા કાર્યરત કરી છે, જેમાં પવન અને સૌર ઊર્જાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ૨૦૩૦ સુધીમાં ૪૫,૦૦૦ મેગાવોટના લક્ષ્યાંક તરફનું એક મહત્વનું પગલું છે અને તે ભારતને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
