News of Thursday, 1st January 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
પીપીએફ પર ૭.૧ ટકા અને સુકન્યા સમૃદ્ધિ પર ૮.૨ ટકા વ્યાજ મળતું રહેશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૬ના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ જેવી યોજનાઓ પર અગાઉના દરો જ યથાવત રહેશે. આ સતત આઠમું ક્વાર્ટર છે જ્યારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પીપીએફ પર ૭.૧ ટકા અને સુકન્યા સમૃદ્ધિ પર ૮.૨ ટકા વ્યાજ મળતું રહેશે, જેનાથી મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને તેમની બચત પર સ્થિર વળતર મળતું રહેશે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
