તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 1st January 2026
ભારતીય નિકાસકારોને નવા વર્ષની ભેટ: ઓસ્ટ્રેલિયાએ આજથી ભારતીય સામાન પરના ૧૦૦ ટકા ટેરિફ નાબૂદ કર્યા

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય નિકાસકારો માટે પોતાના દરવાજા સંપૂર્ણ રીતે ખોલી દીધા છે, જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.
આજથી એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ઓસ્ટ્રેલિયાએ ભારતીય નિકાસ પર લાગતા ૧૦૦ ટકા ટેરિફ (આયાત શુલ્ક) ને હટાવી દીધા છે. આ નિર્ણયને કારણે ભારતીય કાપડ, ચામડું, જ્વેલરી, ફર્નિચર અને મશીનરી જેવા અનેક ક્ષેત્રોને સીધો ફાયદો થશે.
ઓસ્ટ્રેલિયાના બજારમાં હવે ભારતીય વસ્તુઓ સસ્તી થશે અને અન્ય દેશોની તુલનામાં વધુ સ્પર્ધાત્મક બનશે. આ પગલું બંને દેશો વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (ઈસીટીએ) નો એક ભાગ છે, જેનો અમલ હવે સંપૂર્ણ રીતે શરૂ થઈ રહ્યો છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
