<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

કોર્પોરેટ જગતમાં મોટો ફેરફાર: શશ્વત શર્માએ આજથી ભારતી એરટેલના સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

મુંબઈ: દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. કંપનીના ટોચના મેનેજમેન્ટમાં થયેલા આ ફેરફારને ટેલિકોમ સેક્ટર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

ભારતી એરટેલના નવા મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે શશ્વત શર્માએ આજથી એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળી લીધો છે. 

 

ગોપાલ વિઠ્ઠલ હવે કંપનીના વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવશે. 

 

શશ્વત શર્મા અત્યાર સુધી કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્યરત હતા. તેમના નેતૃત્વમાં એરટેલ ડિજિટલ સેવાઓ અને ૫-જી નેટવર્ક વિસ્તરણ પર વધુ ભાર મૂકે તેવી અપેક્ષા છે.

(9:38 AM IST)